ગુજરાતના મા.ડી.જી.પી વિકાસ સહાય દ્વારા શરૂ કરવામાં આવેલ શસ્ત્ર સ્કીમ ની અમલવારી કરતી અમદાવાદ શહેર પોલીસ. - At This Time

ગુજરાતના મા.ડી.જી.પી વિકાસ સહાય દ્વારા શરૂ કરવામાં આવેલ શસ્ત્ર સ્કીમ ની અમલવારી કરતી અમદાવાદ શહેર પોલીસ.


સામાન્ય રીતે શરીર સંબંધી ઇજાઓના ગુન્હાઓ સાંજના સમયે સાંજના છ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા દરમિયાન બનતા હોય, આ સમયમાં મારામારી અને ઇજાના ગુન્હાઓ વધુ પ્રમાણમાં બનતા હોય છે. જેથી ગુજરાત રાજ્યના મા.ડી.જી.પી વિકાસ સહાય દ્વારા ઇજાના ગુન્હા બનતા અટકે અને ઇજાના ગુનાઓમાં ઘટાડો થાય, તેવા હેતુથી શરીર અને મિલકત સબંધી ગુન્હાઓ માં પકડાયેલા આરોપીઓ, પ્રોહીબિશન/જુગારના બૂટલેગર ચેક કરવા, હિસ્ટ્રીશિટરો ચેક કરવા, નાકાબંધી કરવા, ગુન્હેગારો ઉપર કાર્યવાહી કરવા માટે ગુજરાત રાજ્યના ચારેય મોટા શહેરો કે જ્યાં પોલીસ કમિશનરેટ વિસ્તાર આવેલ છે ત્યાં જે જે પોલીસ સ્ટેશનમાં ઇજાના ગુન્હાઓ વધારે બને છે, તેવા પોલીસ સ્ટેશનો પસંદ કરી, શસ્ત્ર (શરીર સંબંધી ત્રાસ રોકવા અભિયાન) સ્કીમ SHSTRA (Sharir shambandhi Tras Rokava Abhiyan) શરૂ કરવામાં આવેલ છે,

આ શસ્ત્ર સ્કીમ અંતર્ગત શહેરના પસંદ કરવામાં આવેલ પોલીસ સ્ટેશન વિસ્તાર ના પી.આઈ, પી.એસ.આઈ સહિત સ્ટાફ ના માણસોની શસ્ત્ર ટીમ બનાવી, વાહન ચેકીંગ તથા નાકાબંધી કરવા, વધુમાં વધુ હથિયાર અને કેફી પીણું પી ને વાહન ચલાવતા ઇસમોને પકડવા તેમજ પ્રોહીબિશન અને જુગારના બૂટલેગરો ઉપર રેઇડો કરી, કેસો કરવા તથા હિસ્ટ્રીશિટરો અને જાણીતા ગુન્હેગારોને ચેક કરી, કાર્યવાહી કરી, શરીર સંબંધી ગુનાઓમાં ઘટાડો કરવાનો ઉદ્દેશ દર્શાવવામાં આવેલ,

અમદાવાદ શહેર ખાતે પણ શસ્ત્ર સ્કીમ અંતર્ગત પસંદ કરવામાં આવેલ તમામ પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરવા અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, મા.જે.સી.પી સેક્ટર ૦૨ જયપાલ સિંહ રાઠોડ તથા મા.ડી.સી.પી ઝોન ૦૬ રવિ મોહન સૈની દ્વારા આ શસ્ત્ર સ્કીમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા પોલીસ અધિકારીઓ ને ખાસ સૂચના કરવામાં આવેલ છે,

અમદવાદ શહેરના ઝોન ૦૬ વિસ્તારના ઈસનપુર પોલીસ સ્ટેશનને શસ્ત્ર સ્કીમ અંતર્ગત હોય, જે ડિવિઝન એ.સી.પી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, પી.એસ.આઈ એન.આર.સોલંકી, સ્ટાફના હે.કો. ભરતભાઈ, રમેશભાઈ, પ્રદીપભાઈ સહિતની ટીમ દ્વારા શસ્ત્ર સ્કીમ અંતર્ગત દરરોજ સાંજના છ કલાક થી રાત્રિના બાર કલાક સુધી ટીમ સાથે દરરોજ કામગીરી કરી શસ્ત્ર સ્કીમ અન્વયે અસરકારક કામગીરી શરૂ કરી કાર્યવાહી કરવામાં આવતા પરિણામ સ્વરૂપ શરીર સંબંધી ઇજા, રાયોટિંગ, ખૂન જેવા ગુનાઓમાં અગાઉ ના વર્ષ ની સરખામણી માં ૭૫ % જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ હતો,

આ શસ્ત્ર સ્કીમ અન્વયે અમદવાદ શહેરના જે ડિવિઝન એ.સી.પી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ બી.એસ.જાડેજા, પી.એસ.આઈ એન.આર. સોલંકી, સ્ટાફના હે.કો. ભરતભાઈ, રમેશભાઈ, પ્રદીપભાઈ સહિતની ટીમ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરી, આશરે ૨૦ થી ૨૫ દિવસ જેટલા સમયગાળા દરમિયાન સઘન વાહન ચેકીંગ તથા નાકાબંધી કરી, હથિયાર સાથે ફરતા ૧૦ ઈસમો, કેફી પીણું પી ને વાહન ચલાવતા ૦૬ ઈસમો, હદપારી ભંગ બદલ ૧ ઇસમ, પ્રોહિબિશન એક્ટ મુજબ દેશી દારૂ સાથે ૧૫ તથા દારૂ પીધેલ ૦૫ મળી કુલ ૨૦ ઇસમો, જુગારના ૨ કેસોમાં ૦૮ ઇસમોને પકડી પાડી, તમામ મળી કુલ ૪૫ આરોપીઓ ની ધરપકડ કરી, ગુન્હાઓ નોંધવામાં આવેલ છે. આ ઉપરાંત ૮૨૫ વાહનો ચેક કરી, ૫૪ વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે તથા એમસીઆર ૨૩૨, હિસ્ટ્રીશીટર ૧૩૬, પ્રોહી બૂટલેગર ૮૯, જુગારની પ્રવૃતિ કરતાને ૧૭ વખત ચેક કરવામાં આવેલ છે,

આ કાર્યવાહી દરમિયાન એક બાળ આરોપીને ચોરીના મોબાઈલ સાથે પકડી પાડી, નિકોલ પોલીસ સ્ટેશનની મોબાઈલ ચોરીનો ગુન્હો ડિરેકટ કરવામાં આવેલ છે તેમજ દાણીલીમડા પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં વોન્ટેડ આરોપી રૂસ્તમ સુલતાન બેગ મિર્ઝા રહે. ગન હાઉસ, શાહપુર, અમદાવાદને પકડી પાડી, ધરપકડ કરી, અસરકારક કામગીરી કરવામાં આવેલ છે જે શસ્ત્ર સ્કીમ અન્વયે કરવામાં આવેલ અસરકારક કામગીરીના ફળસ્વરૂપે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ખૂન, ઇજા, રાયોટિંગ, સહિતના કુલ ચાર ગુન્હાઓ બન્યા હતા, જ્યારે આ જ સમયગાળા દરમિયાન ચાલુ સાલે માત્ર એક સામાન્ય મારામારીનો ગુન્હો બનતા, શરીર સંબંધી ગુનાઓમાં ૭૫ % જેટલો મહતમ ઘટાડો નોંધાતા, ગુજરાતના ડીજીપી શ્રી વિકાસ સહાય દ્વારા શરૂ કરવામાં આવેલ શસ્ત્ર સ્કીમ સફળ થયેલ છે,

આમ, અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુજરાતના ડી.જી.પી વિકાસ સહાય દ્વારા શરૂ કરવામાં આવેલ શસ્ત્ર સ્કીમની અમલવારી શરૂ કરી, શરીર સંબંધી ગુન્હાઓ અટકાવવા તથા અંકુશમાં લેવા અમદાવાદ શહેર પોલીસ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image