ખેડૂતો માટે માઠા સમાચાર, બનાસકાંઠા સહિત ગુજરાતના અનેક શહેરોમાં પડશે કમોસમી વરસાદ - At This Time

ખેડૂતો માટે માઠા સમાચાર, બનાસકાંઠા સહિત ગુજરાતના અનેક શહેરોમાં પડશે કમોસમી વરસાદ


ખેડૂતો માટે માઠા સમાચાર, બનાસકાંઠા સહિત ગુજરાતના અનેક શહેરોમાં પડશે કમોસમી વરસાદ

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ
1 માર્ચથી 3 માર્ચ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી
રાજ્યમાં 45 કિમીની ઝડપે પવન ફુંકાશે

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં 1 માર્ચથી 3 માર્ચ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા રહેલી છે.
રાજ્યમાં 45 કિમીની ઝડપે પવન ફુંકાશે

1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલી, મહીસાગર દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવા વરસાદની આગાહી પણ છે. તેમજ 2 માર્ચના રોજ વલસાડ, નવસારી અને સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે. આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ રાજ્યમાં 45 કિમીની ઝડપે પવન ફુંકાશે. તેમજ બે દિવસ અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં માવઠું પડી શકે છે

લઘુત્તમ તાપમાનમાં આવતીકાલે 1 ડિગ્રી તાપમાન વધી શકે છે. આજે અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 27 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. મધ્ય ગુજરાતમાં લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા આ વખતે કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં માવઠું પડી શકે છે.
રીપોર્ટ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો 9974398583


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.