મોડાસામાં આઈ-આવિષ્કાર હોસ્પિટલના તબીબ ડો. વિશ્વા શાહ કીકી પ્રત્યારોપણનું જટિલ ઓપરેશન કરવા માટે જાણીતા બન્યા.
અરવલ્લી જિલ્લાની મોડાસા નગરી એટલે વિવિઘ પ્રખ્યાત ડોક્ટરની નગરી. મોડાસામાં વિવિધ પ્રકારના રોગો માટે જાણીતા ડોક્ટરો ઉપલબ્ધ છે એવામાં
ડો. વિશ્વા શાહને તેમના એક વિશિષ્ઠ કાર્ય માટે બિરદાવવામાં આવ્યા.
મોડાસામાં આંખના નિષ્ણાત તબીબ ડૉ.વિશ્વા શાહે કીકી પ્રત્યારોપણનું ઝટિલ ઓપરેશન કર્યું.
અરવલ્લી જિલ્લાના મોડાસાની આવિષ્કાર ( આંખની)આઈ હોસ્પિટલ ક્રોનીયા સેન્ટરમાં તમામ સુવિધા સંપન્ન એવી આવિષ્કાર હોસ્પિટલમાં આંખના નિષ્ણાત ક્રોનીયા સ્પેશ્યાલીસ્ટ ડો. વિશ્વા શાહ કોઠારીએ તાજેતરમાં બંસીબેન પાંડોરના ક્રોનીયા ટ્રાન્સપ્લાન્ટ યાને કીકીનું પ્રત્યારોપણનું જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કરી અનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી. અરવલ્લી જિલ્લાવાસીઓ દ્વારા તેમના ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. તેઓ મોડાસાના એન્જિનિયર બિલ્ડર પરેશભાઈ મણીભાઈ કોઠારીના પુત્રવધૂ છે. ડૉ.વિશ્વા શાહ (કોઠારી) ના પતિ ડો. ઉદીત કોઠારી પણ ઓર્થોપેડીક ડોક્ટર છે. જેઓ બંનેની એક જ બિલ્ડિંગમાં હોસ્પિટલ છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
