ભરૂચ-નર્મદા જિલ્લાનું પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન આંબેડકર ભવન ખાતે યોજાયું
*ભરૂચ-નર્મદા જિલ્લાનું પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન આંબેડકર ભવન ખાતે યોજાયું*
- પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા રહ્યા વિશેષ ઉપસ્થિત
આજરોજ પત્રકાર એકતા પરિષદનું ભરૂચ-નર્મદા જિલ્લાનું મહાઅધિવેશન ભરૂચ શહેરમાં આવેલ આંબેડકર ભવન ખાતે પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ ભરૂચ જિલ્લાના પ્રમુખ અતુલભાઈ મુલાણી, નર્મદા જિલ્લા પ્રમુખ સુનીલભાઈ વર્મા સહિત સામાજિક સંસ્થાઓ તેમજ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના પત્રકાર મિત્રો અને તાલુકા પ્રમુખઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય ઠકી કરાઈ હતી ત્યાર બાદ પત્રકાર મિત્રોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનોનું પુષ્પહાર અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. હાજર પત્રકારમિત્રોને સંબોધતા પ્રદેશના હોદ્દેદારોએ પત્રકાર એકતા પરિષદ એક પરિવાર ભાવથી કામ કરતી સંસ્થા છે અને સંગઠન થકી તમામ પત્રકાર મિત્રો પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે તેમ પ્રકાશ પાડ્યો હતો.
આજના ભરૂચ નર્મદા જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના અધિવેશન માં જિલ્લા પ્રૂમુખો ના ખાસ આયોજન થી વિધ વિધ ક્ષેત્ર માં સેવા કરતી જાહેર સંસ્થાઓ ના વડાઓને આમંત્રણ આપી પ્રદેશ અગ્રણીઓ દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું હતું..
પત્રકારો ની ગુજરાત વ્યાપી નવી સંસ્થા દ્વારા જૂની સંસ્થાઓ નું સન્માન કરી અનેક સંસ્થાઓ સાથે કદમ મિલાવી દરેક સંસ્થા સેવા કાર્યમાં સહયોગી બની ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી...
કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા પ્રદેશના તમામ હોદ્દેદારો,જિલ્લા પ્રમુખો,ઝોન પ્રભરીઓ, કોર્ડીનેટર શ્રીઓ, બંને જિલ્લા ના પત્રકરો,સામાજિક સંગઠનો ને એક મંચ પર ભેળાં કરવા નું શ્રેય ભરૂચ જિલ્લા પ્રમુખ અને તેની સમગ્ર ટીમ ને જાય છે,તમામ તાલુકાના પ્રમુખો સહિત સ્મૃતિ ભેટ ના દાતાશ્રી ઓ નું સન્માન કરવામાં આવ્યું હતું,ઉપસ્થિત તમામ પત્રકારો ને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા અને સાથે ભોજન લઇ,"અન્ન ભેળાં એના મન ભેળાં" કહેવત ને સાર્થક કરી હતી...
પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા દ્વારા સૌ પ્રથમ કામગીરી કરનાર તમામ પત્રકાર મિત્રો અને પદાધિકારીને અભિનંદન પાઠવી અને પોતાનાં પ્રવચનમાં પત્રકાર મિત્રોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદ માત્ર એક એવી પત્રકારોની સંસ્થા છે કે જે સંપૂર્ણ લોકશાહી ઢબે કામ કરી રહી છે. સરકાર સાથે વાટાઘાટો મારફત પત્રકારોના 9 જેટલા પડતર પ્રશ્નો ઉકેલવા તરફ પ્રયાણ આંતાર્યું છે, વધુ ઉમેર્યું હતું કે આજના સમયમાં પત્રકાર એકતા પરિષદના માધ્યમથી આપણે સૌએ લોક હિતના કાર્યોમાં જોડાવાનું છે. પત્રકારોની સ્થિતિ 25 વર્ષ પહેલા જે હતી તે જ આજની સ્થિતિએ છે ત્યારે પત્રકાર એકતા પરિષદ પત્રકારોના હિત માટે ખડેપગે રહી અને ભવિષ્યમાં પત્રકારોની સ્થિતિ ખૂબ જ સારી બને તેવો ચિતાર રજૂ કર્યો હતો. અધિવેશનમાં હાજર રહેલા સંસ્થાના આગેવાનો, સંગઠનના આગેવાનો, હોદ્દેદારો તેમજ ઉપસ્થિત તમામ પત્રકારોને હમ ટી.વી ભરૂચના સહયોગથી દરેકને ગિફ્ટ આપવામાં આવી હતી. ત્યાર બાદ સૌ સાથે ભોજન લઈ છુટા પડ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.