રાજુલા કાન્હા વિશ્વવિદ્યાલય ખાતે વાલી સંમેલન સાથે વિજ્ઞાન મેળો યોજાયો - At This Time

રાજુલા કાન્હા વિશ્વવિદ્યાલય ખાતે વાલી સંમેલન સાથે વિજ્ઞાન મેળો યોજાયો


રાજુલા કાન્હા વિશ્વવિદ્યાલય ખાતે વાલી સંમેલન સાથે વિજ્ઞાન મેળો યોજાયો

"વધુ એકવખત શિક્ષણ જગત માં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓના વિશ્વાસોનુ સોપાન કરતી શાળા કાન્હા વિશ્વવિદ્યાલય."

રાજુલા સ્થિત કાન્હા વિશ્વવિદ્યાલય માં તારીખ 28-12-2024 ને શનિવાર ના રોજ બાળકો દ્વારા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને વાલી સંમેલન નું ભવ્ય આયોજન થયું જેમાં સંસ્થા નાં ટ્રસ્ટી શ્રી ગભરુભાઈ પિંજર, નાજાભાઈ પિંજર, ભાણાભાઈ વાઘ, ઘનશ્યામભાઈ પિંજર, સંચાલક શ્રી નિલેશભાઈ કળસરીયા અને પ્રિન્સિપાલ વિપુલભાઈ નકુમ તથા મૌલિકભાઈ તેમજ જીતેન્દ્રભાઈ ખુમાણ અને સાથી સારસ્વત મિત્રો દ્વારા આ આયોજન ને ખૂબ જ સફળ બનાવ્યું
આ કાર્યક્રમ માં વાલીઓ ને શિક્ષણ અને બાળકો નો સમસ્યાનું કઈ રીતે નિરાકરણ લાવવું તે બાબતે ખુબજ રસ પૂર્વક સમજણ કેળવી તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ નું સન્માન કરી અને કાર્યક્રમ ના અંતે પ્રસાદ સ્વરૂપ ભોજન લઈ કાર્યક્રમ ને સાર્થક કર્યો
આ કાર્યક્રમ ને સફળ બનાવવા કાન્હા શિક્ષક પરિવારે ભારે જેહમત ઉઠાવી હતી

યોગેશ કાનાબાર
રાજુલા


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.