તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ નિમિત્તે મોરારીબાપુ દ્વારા પ્રતિભાઓને ‘હનુમંત સન્માન’ અર્પણ
(રિપોર્ટ હિરેન દવે)
તલગાજરડાના ચિત્રકૂટધામ ખાતે હનુમંત જન્મોત્સવ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. મોરારીબાપુની ઉપસ્થિતિમાં વિવિધ કળાકારોએ ગાયન, વાદન, નૃત્ય અને ધર્મસંસ્કૃતિ ક્ષેત્રે યોગદાન બદલ 'હનુમંત સન્માન' સહિત વિવિધ સન્માનો પ્રાપ્ત કર્યા. શ્રી જયતીર્થ મેવુંડી, નિલાદ્રી કુમાર, અદિતિ મંગળદાસ, સત્યજિત તલવળકર સહિત અનેક પ્રતિભાઓનું બાપૂના હસ્તે સન્માન થયું.
મોરારીબાપુએ ચિંતન ઉદ્દબોધનમાં કહ્યું કે, "સેવક હોય તે જ સાચો સ્વામી બને છે," અને હનુમાનજીના વિવિધ રૂપોનું સ્મરણ કરાવ્યું. કાર્યક્રમમાં સંસ્કૃત અને કલાક્ષેત્રના યોગદાનોને પણ માન આપતા ભામતી, વાચસ્પતિ, કૈલાસ લલિતકળા, સુગમ સંગીત વગેરે સન્માનો આપવામાં આવ્યા.
આ આયોજનમાં વિવિધ ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક ઉપક્રમોનો સમાવેશ થતો, જેમાં દેશભરની પ્રતિભાઓએ ભાગ લીધો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
