ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના રાજમાર્ગ ઉપર સિંહ બચાવોનાં નારા ગુંજી ઉઠ્યા હતા આજે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વસિંહ દિવસની ઉજવણી કરીને અનેક જગ્યાએ રેલીઓ નીકળી હતી - At This Time

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના રાજમાર્ગ ઉપર સિંહ બચાવોનાં નારા ગુંજી ઉઠ્યા હતા આજે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વસિંહ દિવસની ઉજવણી કરીને અનેક જગ્યાએ રેલીઓ નીકળી હતી


તા:10 ગીર સોમનાથ જિલ્લામાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે આજે અનેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્કૂલ કોલેજમાં રેલીઓ કાઢીને સિંહ બચાવો નાં નારા સાથે અનેક ગામડાઓમાં તેમજ શહેરી વિસ્તારોમાં લોકોમાં જાગૃતિ આવે એ માટે સુત્રોચાર કરી રેલીઓ કાઢવામાં આવી હતી જેમાં સિંહએ દેશ અને ગુજરાતનું ગૌરવ છે જેનું જતન અને સંરક્ષણ થાય અને સમતુલા જળવાઇ રહેએ હેતુ માટે વિશ્વ સિંહ દિવસની ધામધૂમથી ઉજવણી પ્રતિ વર્ષ 10મી ઓગસ્ટના રોજ કરવામાં આવે છે આજે કોડીનાર સુત્રાપાડા ઉના તાલાળા વેરાવળ ઞીર ઞઢડા જેવા અનેક તાલુકામાં વિશ્વસિંહ દિવસની ઉજવણી કરી અનેક સ્કૂલોમાં આવી રીતના ઉજવણી કરીને સિંહ બચાવોનાં નારા લગાવ્યા હતાં જેમાં વેરાવળ તાલુકામાં કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સિંહ મોહરા પહેરીને શહેરની સરકારી બોયઝ સ્કૂલ ખાતેથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી હતી

ત્યારબાદ કોડીનાર તાલુકાનાં અડવી ગામની સાયન્સ ઇન્સ્પાયર એકેડેમી સ્કૂલમાં પણ વિશ્વ સિંહ દિવસની ધામધૂમથી ઉજવણી કરી અને રેલી કાઢીને વિદ્યાર્થી ઓને પણ માહિતીઞાર કરવામાં આવ્યા હતા આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણીનાં ભાગરુપે ગીર સોમનાથ જિલ્લાની વિવિધ સ્કૂલોમાં યોજાઈ હતી જેમાં ગીર સોમનાથની 546 સરકારી પ્રાથમિક શાળાઓ 287 ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં યોજાઇ હતી આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ ડોડીયા એમ.ડી અપરનાથી દિનેશ ગોસ્વામી રાજેશ ગૌસ્વામી હેતલ વાંઝા મનોજ સુખડિયા ચંદુલાલ પરમાર પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફડી ડો.સંજય પરમાર પ્રો.જીવાભાઇ વાળા સહિત આગેવાનો અને અગ્રણીઓ આ રેલીમાં જોડાયા હતા

પ્રેસ રિપોર્ટર ડી.કે.વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.