ધંધુકા તાલુકાના વાસણા પે સેન્ટર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીનો વિદાય સમારંભ યોજાયો
ધંધુકા તાલુકાના વાસણા પે સેન્ટર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીનો વિદાય સમારંભ યોજાયો
આમદવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની પે સેન્ટર શાળા, વાસણામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ શાળાના 8 વર્ષના સંસ્મરણોને યાદ કરી ભાવુકતા વ્યક્ત કરી હતી તેમજ શિક્ષકોનો આભાર માન્યો હતો.
વિદાય રૂપે વિદ્યાર્થીઓએ શાળાને Alexa ઉપહારમાં આપી હતી. શાળા દ્વારા વિદ્યાર્થીઓને દેશના સારા નાગરિક બનવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
ભોજન વ્યવસ્થાની વાત કરીએ તો ધોરણ 1થી 8 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે ભોજનનું આયોજન થયું હતું, જેમાં પૂરી, શાક અને મઠ્ઠાનું પરિપૂર્ણ ભોજન આપવામાં આવ્યું હતું. આ આયોજન ધનજીભાઈ (મધ્યાહન ભોજન ઓર્ગેનાઈઝર) તથા ગામના સરપંચ શ્રીમતી અંજુબેન મહેશભાઈ પરમારના સહયોગથી શક્ય બન્યું હતું
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
