ધંધુકાની સૂચિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુવિધાના અભાવે રામભરોસે.
ધંધુકાની સૂચિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુવિધાના અભાવે રામભરોસે.
નામ બડે ઓર દર્શન ખોટે જેવી પરિસ્થિતિ ધંધુકા તાલુકામાં આવેલ એક માત્ર હોસ્પિટલ રેફેરલ હોસ્પિટલ ખાતે જોવા મળી હતી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ એક માત્ર રેફેરલ હોસ્પિટલ છે જ્યાં ધોલેરા, ધંધુકા તેમજ આજુબાજુના અંદાજે 50 થી વધારે ગામડાઓના દર્દીઓ સુવિધાઓ માટે આવતા હોય છે. ધંધુકાની સરકારી હોસ્પિટલ જે 80 પથારી ધરાવતી અધ્ધતન સાધનો, વિશાળ કેમ્પસમા ફેલાયેલી અહીં લોકો માટે આરોગ્યલક્ષી સેવામા આશાનું કિરણ ગણાતી હતી. પરંતુ પાછલા છેલ્લા ઘણા વર્ષોથી હોસ્પિટલમાં અધતન સાધનો છે પરંતુ નિષ્ણાંત ડોક્ટરો નહિ હોવાના કારણે તે ધૂળ ખાઈ રહ્યા છે. ડોક્ટર વગરની હોસ્પિટલની કલ્પના ના થઇ શકે ત્યારે ધંધુકાની આ હોસ્પિટલ તબીબોની અછત સાથે ચાલી રહી છે. ધંધુકા શહેરની વસ્તી જ 50 હજારને પાર છે ત્યારે ગ્રામ્યની વસ્તી જોડવામાં આવે તો હાલની સુવિધા અત્યંત અલ્પ ગણાય. એમ્બ્યુલન્સ પણ ઘણા સમયથી બંધ હાલતમાં છે. ક્યારે દર્દીઓ માટે સેવારત થશે તેની કોઈ ગેરંટી નથી. હોસ્પિટલના કેમ્પસમાં એક પણ સીસીટીવી કેમેરા નથી. ત્યારે લોકો અહીં સત્વરે સીસીટીવી નાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. દર્દીઓને સવારે દવાઓ, બોટલો ચડાવી ઘરે જવાનુ કહેવામાં આવે છે અને રાત્રે ફરીથી ડોઝ લેવાનું કહેવામાં આવે છે. દર્દીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પૂરતી સારવાર કર્યા વિના જ બીજા દવાખાને મોકલવામાં આવે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરી ફરીથી સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે છે આમ દર્દીઓ સાથે સુવિધાના અભાવે ખો ખો રમતા હોય તેવું દેખાય છે. નર્સિંગ સ્ટાફ હાલ જે છે તેમને પણ રહેવા માટે કોઈ સુવિધાઓ જ નથી. આમ સરકારી હોસ્પિટલમાં દરરોજ સુવિધાઓનો અભાવ હોવા છતાં 200 થી 300 જેટલાં દર્દીઓની ઓપીડી થઇ રહી છે. જો બાળકોના ડોક્ટરો, દિલવરી માટેના ડોક્ટરો, તથા બીજા અન્ય નિષ્ણાંત ડોક્ટરની કાયમી નિમણુંક કરવામાં આવે તો નામ બડે દર્શન ખોટેના સૂત્રને નકારી શકાય તેમ છે. હાલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે મંજૂરી મળી ગઈ છે, ટેન્ડર અપાઈ ગયું છે સહિતની મોટી મોટી જાહેરાતોથી પંથકવાસીઓ ખુબ જ ખુશ હતા પરંતુ હાલની વર્તનમાન સ્થિતિ જોતા કોઈ પ્રગતિ દેખાતી નથી અને જે હોસ્પિટલ ચાલુ છે તેની પણ હાલત કથળતી જતી હોય તેવું લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.