ધંધુકા રેલ્વે ઓવરબ્રિઝ થી આર એમ એસ હોસ્પિટલ સુધીના ગેરકાયદેસર દબાણકારોને R&B દ્વારા દબાણ હટાવવા નોટિસ અપાઈ.
ધંધુકા હાઈવે પરના ૫૪ દબાણકારોને R&Bએ દબાણ હટાવવા નોટિસ આપી
રેલ્વે ઓવરબ્રિઝ થી આર એમ એસ હોસ્પિટલ સુધીના ગેરકાયદેસર દબાણોને નોટિસ અપાઈ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા રેલ્વે ઓવરબ્રિજથી આર.એમ.
એસ હોસ્પિટલ સુધીના માર્ગ પર રોડની બંને સાઈડમાં આવતા કાચા પાકા અનઅધિકૃત બાંધકામો અને દબાણકર્તાઓને આર એન્ડ બી વિભાગે નોટિસો ફટકારી છે. આગામી દિવસમાં દબાણો હટાવી લેવા તાકીદ કરી છે. ધંધુકા રેલ્વે ઓવરબ્રિજ થી આર એમએસ હોસ્પિટલ સુધીના માર્ગની બને સાઈડમાં આવતા અનઅધિકૃત કાચા અને પાકા દબાણો અને બાંધકામો દૂર કરવા માટે આર એન્ડ બી વિભાગે ૫૪ દબાણકર્તા ઓને નોટિસો ફટકારી છે આગામી ૭ દિવસમાં આ દબાણો સ્વંય દૂર કરવા અન્યથા પોલીસ બંદોબસ્ત સાથે આર એન્ડ બી વિભાગ દબાણોને દૂર કરશે તેવું જણાવવામાં આવ્યું હતું. આ માર્ગ ચાર માર્ગીય બની રહ્યો છે ત્યારે શહેરી વિસ્તાર ચાર માર્ગીય છે પરંતુ પાર્કિંગ અને આર એન્ડ બી વિભાગના નિયમ અનુસારની જગ્યા છોડવી પડે તેમાં લારી ગલ્લા, કાચા પાકા બાંધકામ કર્તા ઓને નોટિસો ફટકારવામાં આવી છે. આગામી ૭ દિવસ બાદ જો દબાણો નહિ હટે તો તંત્ર દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
