આટ્સઁ કોલેજમાં ઉજવાયેલ ૬૫મો વાર્ષિકોત્સવ
આટ્સઁ કોલેજ મોડાસામાં ૬૫મો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લાના શિક્ષણ વિભાગમાં E I તરીકે કાર્યરત શ્રી જયેશભાઈ પટેલ આવેલ હતા.તેમણે વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોના નામાંકિત વ્યક્તિઓના જીવન ચરિત્રોમાંથી ઉદાહરણ આપી ઉત્કૃષ્ટ જીવન જીવવાની પ્રેરણા આપી.વળી આટ્સઁમાં અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉત્તિર્ણ કરી શ્રેષ્ઠ નોકરી કેવી રીતે મેળવી શકાય તે અંગેની માહિતી આપી.
મંડળના ઉપપ્રમુખ તથા સમારંભ અધ્યક્ષ ડો. ઘનશ્યામભાઈ શાહ સાહેબે વિદ્યાર્થીઓને આશીવઁચન કહ્યાં.આચાર્યશ્રી દીપકભાઈ જોષી એ મહેમાનોનેા પરિચય આપી તેમને આવકાર્યા હતાં મંડળના મંત્રીશ્રી પરેશભાઈ મહેતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી .પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વી શાહ શુભેચ્છાએા પાઠવી હતી ડો જયશ્રીબેન દેસાઈએ શૈક્ષણિક પ્રવૃત્તિઓ નો અહેવાલ રજૂ કર્યો .ડો. અશોકભાઈ પટેલ તથા પ્રા.એમ.બી. દેશમુખે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.
શૈક્ષણિક ક્ષેત્રે તથા વિવિઘ ક્ષેત્રોમાં સારુ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ,શિલ્ડ તથા સટિઁફિકેટ આપી બિરદાવ્યા છે જી.એસ વરુણ સોલંકીએ વિદ્યાર્થી પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે
