ગોધરની 108 ટીમ દ્વારા સરાહનીય કામગીરી એકજ દિવસમાં બે પ્રસૂતિ 108ની એમબુલન્સ વાનમાં જ કરાવી.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોધર 108 ટીમની સરાહનીય કામગીરી જોવા મલી હતી.આમ શશીલાબેન જાવિદભાઈ ઉમર વર્ષ 32 નાનસલાઈ ગામ સંતરામપુર તાલુકાંમાં પાનમ નદી કિનારે અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગામ છે. આજરોજ સવારે 3 વાગે ડિલીવરી પીડા ઉપડતાં 108 માં કોલ કર્યો હતો. ઇએમટી પ્રવીણકુમાર પટેલીયા અને પાઇલોટ બહાદુરસિંહ સિસોદિયા તરત કોલ મળતાની સાથે જ નાનસલાઈ ગામમાં પોહચ્યાં હતાં.અને તરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિરણીયા જવા નીકળી ગયા હતા.ત્યારે રસ્તામાં ગોધરા લુણાવાડા હાઇવે ઉપર આવેલું મેડજીના મુવાડા ગામ પાસે શશીલાબેનને પ્રસુતિનો વધું પડતો દુઃખાવો ઉપડતા ઈએમટી પ્રવીણકુમાર પટેલીયાને એમ્બ્યુલન્સ માંજ ડિલિવરી કરવાનું નક્કી કરી લીધું અને પાઇલોટ બહાદુરસિંહને સાઈડમાં એમ્બ્યુલન્સ ઊભી કરી દેવાની સલાહ આપી હતી.તરત ercp Dr મહેતા મેડમની સલાહ લીધા બાદ એમ્બ્યુલન્સ માંજ ડિલિવરી નોર્મલ કરાવી હતી.આગળ ચાર છોકરીઓ હતી.અને પાચ મોં છોકરાની ડિલિવરી થતાં.શશિલા બેન અને એમનો પરિવાર ખુશ ખુશાલ થઈ ગયા હતાં. એમ્બ્યુલન્સ સ્ટાફનો આભાર માન્યો હતો. એમનાં પરિવારે ત્યાર બાદ વધું સારવાર માટે હસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આવીજ ઘટના ત્યાર પછી બની જેમાં સંતરામપુર તાલુકાના ગુવાળીયા ગામનાં નેતલબેન મનોજભાઈ લુહારને પણ 108 ની ટીમ દ્વારા 108 વાનમાં જ પ્રસૂતિ કરાવી આમ એકજ દિવસ માં બે સફળ પ્રસૂતિ કરાવી 108 ટીમ દ્વારા ખુબજ સરાહનીય કામગીરિ કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.