પ્રાગપર ગામે દાતાશ્રી દ્વારા શાળા માં તિથિ ભોજન તેમજ ગણવેશ અપાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/izasco3yyy0eq9zc/" left="-10"]

પ્રાગપર ગામે દાતાશ્રી દ્વારા શાળા માં તિથિ ભોજન તેમજ ગણવેશ અપાયો


રાપર તાલુકાના પ્રાગપર ગામે ધોરણ ૧ થી ૧૦ ના તમામ કુમાર અને કન્યાઓ ને દાતાશ્રી કરમશી ભાઇ વૈદ અને ઉપ સરપંચ કાનજીભાઇ વૈદ દ્વારા ૭૦૦ જેટલા બાળકોને એમની પસંદગીનું ભોજન પાઉંભાજી ભોજન કરાવવામાં આવ્યું હતું અને ધોરણ ૧ માં જેમણે પ્રવેશ મેળવ્યો છે. એવા કુલ ૪૮ બાળકોને ગણવેશ રાપર મામલતદાર શ્રી કેતનભાઇ ચૌધરી સાહેબ શ્રી ના વરદ હસ્તે બાળકોને આપવામાં આવ્યો હતો તાલુકા પંચાયત પ્રમુખશ્રી હમિરસિંહ સોઢા પણ જોડાયા હતા. પ્રાગપર પંચાયતમાં જેમનો વિકાસમાં મહત્વનો ફાળો રહ્યો છે. એવા માજી સરપંચ કરમશીભાઇ વૈદ આવા અનેક કામો કરેલા છે. અને આવા કામો માટે હમેશાં તત્પર રહેતા હોય છે. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્યો કરશન ભાઇ સાંઢા, માવજીભાઇ પોલર, ધનજીભાઇ ભાટેસરા, લાલજીભાઈ રાવરિયા, પાંચાભાઇ કોલી, અને ગામના ભરત પરમાર, લાલજી બાભળીયા, લાલજી પરમાર, ગણેશભાઈ ચૌધરી, કનું મારાજ, દાનાભાઇ પરમાર નાથાભાઇ વૈદ ત્રણે શાળાના આચાર્યે, સામળભાઇ પટેલ, તેમજ શિક્ષક મિત્રો, બાળકો વગેરે જોડાયા હતા કાર્યક્રમનું સંચાલન વિપુલભાઇ પટેલ આચાર્ય કુમાર શાળા કર્યું હતું વ્યવસ્થામાં એસ.એમ.સી અધ્યક્ષ લાલજી પરમાર જોડાયા હતાં ગામના અનેક આગેવાનો જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]