પર્યાવરણ બચાવવા મોડાસા ગાયત્રી પરિવારની યુવા ટીમે ચલાવી જન જાગૃતિ ઝુંબેશ.
નવ પલ્લવિત છોડવાઓને જલ સિંચન માટે જન સંપર્ક કરાયો
પક્ષીઓ માટે ઠેર ઠેર માટીના માળા અને પાણીના કુંડા લગાવ્યા.
ગાયત્રી પરિવાર પર્યાવરણ સંરક્ષણ માટે જન જાગૃતિના વિવિધ પ્રયાસ કરે છે. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી યુવા ટીમ દ્વારા છેલ્લા ૧૯૭ રવિવારથી પર્યાવરણ બચાવ ઝુંબેશ ચલાવાઈ રહી છે. મોડાસામાં દર રવિવારે "મારું ઘર મારું વૃક્ષ"
તેમજ "પ્રાણવાન રવિવાર" અભિયાન ચલાવી પર્યાવરણ બચાવ માટે સતત પ્રયત્નશીલ છે.
ફાગણ અને ચૈત્ર માસ એ પ્રકૃતિને ખીલવાનો કુદરતી અવસર ગણાય છે. પ્રકૃતિના આ વાતાવરણમાં ફળોના બીજ માંથી કે પક્ષીઓ દ્વારા એક સ્થાનથી બીજા સ્થાનો પર પક્ષીઓની અગારમાંથી પણ બીજ ફલિનીકરણ થઈ નાના નાના છોડવાઓ રુપે બીજાંકુર થતાં હોય છે. એમાં જો પાણી સિંચન થઈ જાય તો નવ પલ્લવિત છોડ ઉછેર થતાં વાર ના લાગે.
આ જીપીવાયજી ટીમે ૨૦ એપ્રિલ રવિવારે જલ સિંચન જાગૃતિ ઝુંબેશ ચલાવી. આવી કાળજાળ ગરમીમાં વૃક્ષો માટે પાણી ખૂબ જ જરુરી હોય છે. કુદરતી નવ પલ્લવિત છોડવા તેમજ અત્યાર સુધીમાં જીપીવાયજી ટીમે અનેક વિસ્તારોમાં કરેલ વૃક્ષારોપણનું નિરિક્ષણ કરવામાં આવ્યું. સાથે જ સ્થાનિક સંપર્ક કરી છોડવાઓને જલ સિંચન કરવા સમજાવ્યું.
સાથે સાથે આજ ૧૯૭ મા રવિવારે આવી કાળજાળ ગરમીમાં પક્ષીઓને બચાવવા ઠેર ઠેર રહેવા માટે માટીના માળા અને પાણી માટે કુંડા લટકાવવા અભિયાન ચલાવ્યું. સ્થાનિક લોકોને એમાં દરરોજ પાણી ભરી પક્ષીઓની સેવા કરવા વિનંતી કરી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
