ઉપલેટામાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષેની સજા તથા રૂપિયા ચાર લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો ઉપલેટા નામદાર કોર્ટ કર્યો હુકમ - At This Time

ઉપલેટામાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષેની સજા તથા રૂપિયા ચાર લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો ઉપલેટા નામદાર કોર્ટ કર્યો હુકમ


રકમ બે માસમાં ચુકવે નહી તો વધારાની ત્રણ માસની સજાનો ન્યાયીક હુકમ ફરમાવેલ

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૭ જુલાઈ ૨૦૨૩, ઉપલેટા કોર્ટેમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ રૂપિયા ચાર ફરીયાદીને વળતર પેટે ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ જો આરોપી બે મહિનામાં રકમ ચુકવે નહી તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ પણ ઉપલેટા નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.

આ પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટાના એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયાએ કેસની હકીકત જણાવેલ છે કે, ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામના રહીશ દિલીપ વિરભાઈ વરૂએ તેના મીત્ર અને ઉપલેટા ગામના રહીશ સાજીદ નાદિરભાઈ બાઠીને ધંધાના વિકાસ માટે રૂપિયા ચાર લાખ હાથ ઉછીના આપેલ હતા જે રકમ ચુકવવા માટે સાજીદ નાદિરભાઈ બાઠીએ ચેક લખી આપેલ હતો જે બાદ ચેક ફરીયાદીએ વટાવવા માટે રજુ કરતા ચેક ફંડ–ઈનસફીયન્ટના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ ઉપલેટાના જાણીતા એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયા મારફત ઉપલેટાની કોર્ટેમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરી હતી.

આ કેસ ઉપલેટા મહે.જ્યું.મેજી.ફ.ક. ઉપલેટાના એ.એ.દવેની કોર્ટેમાં ફો.કેસ નં. ૩૫૨/૨૦૨૦ થી ચાલી જતા ફરીયાદીના એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયાએ ફરીયાદના સમર્થનમાં રજુ રાખેલ પુરાવા ઉપરાંત સુપ્રીમ કોર્ટે તથા હાઈકોર્ટેના ચુકાદાઓને નામદાર કોર્ટે માન્ય રાખીને આરોપી સાજીદ નાદિરભાઈ બાઠીને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રૂપિયા ચાર લાખ રકમનુ વળતર દિલીપ વિરભાઈ વરૂને ચુકવવા હુકમ કરેલ છે તથા જો આરોપી ચેકની રકમ બે માસમાં ચુકવે નહી તો વધારાની ત્રણ માસની સજાનો ન્યાયીક હુકમ ફરમાવેલ છે.

તસ્વિર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.