સાબરકાંઠા જિલ્લામાં-: બે અલગ-અલગ અકસ્માતમાં બે ના મોત,વિવિધ વિસ્તારોમાંથી 4 વાહનોની ચોરી થતા ફરિયાદ નોંધાઈ……
સાબરકાંઠા જિલ્લામાં-: બે અલગ-અલગ અકસ્માતમાં બે ના મોત,વિવિધ વિસ્તારોમાંથી 4 વાહનોની ચોરી થતા ફરિયાદ નોંધાઈ......
-------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: બે અલગ-અલગ અકસ્માતમાં બેના મોત થયા હતા.જ્યારે એકને ઈજા થવા પામી હતી.જેને લઈને ગાંભોઈ અને ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.બીજી બાજુ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિત જિલ્લાભરમાં દિવસ તેમજ રાત્રી દરમિયાન વાહન ચોરીના બનાવો દિન પ્રતિદિન વધતા જોવા મળી રહ્યા છે.ત્યારે હિંમતનગરના વિવિધ વિસ્તારોમાંથી 4 વાહનોની ચોરી થઇ છે.જેમાં 3 બાઈક અને એક કાર મળી રૂપિયા 3.10 લાખના વાહનોની ચોરી અંગેની ફરિયાદ હિંમતનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામી છે.બુલેટ સ્લીપ ખાતા ચાલકનું મોત.શામળાજીથી હિંમતનગર તરફ જતા રોડ ઉપર જવાનપુરા ગામની સીમમાં ગત-રોજ 18 ફેબ્રુઆરીના શિવરાત્રિના દિવસે આશરે સમી સાંજે સાડા 6 એક વાગ્યાના સુમારે મહેસાણા જિલ્લાના પાલાવાસણા મુકામે રહેતા સંજયસિંહ હિંમતસિંહ ઝાલા તથા જયપાલસિંહ અમરસિંહ પરમાર બુલેટ ઉપર પસાર થઈ રહ્યા હતા..
દરમિયાન બુલેટ ઉપરના સ્ટેરીંગનો કાબુ ગુમાવતા બુલેટ સ્લીપ ખાઈ ગયું હતું.સંજયસિંહ ઝાલા અને પાછળ બેઠેલા જયપાલસિંહ પરમાર જમીન ઉપર પટકાયા હતા.જ્યાં શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સંજયસિંહ ઝાલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે જયપાલસિંહને શરીરે વત્તા ઓછી ઇજાઓ થવા પામી હતી.જે અંગે ગાંભોઈ પોલીસ મથકે ગુનો દાખલ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
રાહદારીનું કારની અડફેટે મોત.સાબરકાંઠાના પોશીના તાલુકાના કોટડા ગઢી ગામમાં પુલ નજીકથી ગત રોજ 17 ફેબ્રુઆરી 2023ના રોજ આશરે સાતેક વાગ્યાના સુમારે પીન્ટુભાઇ રમેશભાઈ ખોખરીયા ઉંમર વર્ષ-27 ઘરેથી ચાલતા જતા હતાય ત્યારે વેગેનાર ગાડી નંબરના ચાલક ગમાર દિલીપ રૂપાભાઈ રહે કાળા ખેતરાનાએ પોતાની ગાડી બેદરકારી અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતા જતા રાહદારી પીન્ટુભાઈને પાછળથી ટક્કર મારી હતી.જેથી પિન્ટુભાઇને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નિપજ્યું હતું.જે અંગે મૃતકના પિતાએ ખેરોજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.૩ બાઈક અને 1 કારની ચોરી.હિંમતનગરના જૂની સિવિલ સામે આવેલી એક્સિસ બેંક આગળ ખુલ્લી જગ્યામાં ગતરોજ 17 ફેબ્રુઆરીના રોજ હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં સિદ્ધાર્થ નગર સોસાયટીમાં રહેતા જીગર પ્રવીણભાઈ પરમારે પોતાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક કિં.રૂ.25,000નું પાર્ક કર્યું હતું.જે બાઈક કોઈ ચોર ઈસમો ચોરી કરી લઈ જતા હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે..
જ્યારે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં સિદ્ધાર્થનગર સોસાયટીમાં રહેતા જયદીપ ધર્મેન્દ્રભાઈ ડોડીયાએ બસ સ્ટેન્ડ સામે મુલ્કી ભવન કોમ્પલેક્ષ આગળ પોતાનું સ્પ્લેન્ડર બાઇક કિંમત રૂપિયા-20,000નું પાર્ક કર્યું હતું.જે બાઈક કોઈ ઈસમો ચોરી કરી જતા હિંમતનગર બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.હિંમતનગરના સવગઢ ટાઉનમાં આવેલા રોયલ રેસિડેન્ટ સોસાયટીમાં પાર્ક કરેલી બલેનો ગાડી કિંમત રૂપિયા 2.45 લાખની કોઈ ચોર ઈસમો ચોરી કરી લઈ જતા સાકીબ ઉર રહેમાન ઉસ્માની હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જ્યારે વધુ એક ચોરીનો બનાવ હિંમતનગરના નવા બલવંતપુરા ખાતે રહેતા કિરીટસિંહ નટવરસિંહ 14 ફેબ્રુઆરીના રોજ હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પોતાનું બાઈક સ્પ્લેન્ડર કિંમત રૂપિયા-20,000 નું પાર્ક કર્યું હતું.જે બાઈક કોઈ ઈસમો ચોરી કરી જતા હિંમતનગર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
ક્રાઇમ રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.