સાબરકાંઠા માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર છેલ્લા આઠ વર્ષથી ઓવરબ્રિજ નું કામ પૂર્ણ થતા આજે સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા ના હસ્તે ઓવરબ્રીજ ખુલ્લો મુકાયો હતો - At This Time

સાબરકાંઠા માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર છેલ્લા આઠ વર્ષથી ઓવરબ્રિજ નું કામ પૂર્ણ થતા આજે સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા ના હસ્તે ઓવરબ્રીજ ખુલ્લો મુકાયો હતો


સાબરકાંઠા માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર છેલ્લા આઠ વર્ષથી ઓવરબ્રિજ નું કામ પૂર્ણ થતા આજે સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા ના હસ્તે ઓવરબ્રીજ ખુલ્લો મુકાયો હતો તેમ જ ઓવરબ્રિજ ખુલ્લો મુકાતા સાબરકાંઠા સહિત હિંમતનગર માંથી પસાર થતાં કેટલાય લોકો માટે ટ્રાફિકની સમસ્યા માંથી છુટકારો મળ્યો છે સાથોસાથ સ્થાનિક અવરજવર કરનારા લોકો માટે પણ આ ઓવરબ્રિજ સમસ્યાઓના અંત સમાન બની રહે તો નવાઈ નહીં

નેશનલ હાઇવે નંબર 48 ઉપર 4,54 કરોડના ખર્ચ સાથે નવીનીકરણ હાથ ધરાયું હતું જોકે ગાંધીનગર થી શામળાજી સુધી બની રહેલા નવીન સિક્સલેન નેશનલ હાઈવે ઉપર ઓવરબ્રિજ સહિત સર્વિસ રોડનું કામ અથવા તો રહેતું હતું જો કે સાબરકાંઠા જિલ્લા સાંસદી આ મામલે લોકસભામાં રજૂઆત કરી કામ પૂરું કરવા મામલે રજૂઆત કરાતા આજે મોતીપુરા ચાર રસ્તા નજીક ના ઓવરબ્રીજ ને ખુલ્લો મુકાયો હતો આ તબક્કે સાબરકાંઠા વહીવટીતંત્ર સહિત હિંમતનગર ધારાસભ્ય તેમજ લોકસભાના સાંસદ વિશેષ હાજરી આપી હતી સાથોસાથ સાબરકાંઠા લોકસભા સાંસદે જણાવ્યું હતું કે વર્ષો જૂની ચાલતી ટ્રાફિકની સમસ્યા ને હલ કરવા માટે આ ઓવરબ્રિજનું બનવું જરૂરી હતું તેમ જ આજથી ઓવરબીજ શરૂ થતા ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે સાથોસાથ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનો તેમને આભાર માન્યો હતો.

બાઈટ શોભનાબેન બારૈયા સાંસદ સાબરકાંઠા

સામાન્ય રીતે સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે વર્ષોથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે અસરકારક બની રહી હતી જોકે આજે ઓવરબ્રિજ નું કામ પૂર્ણ થયાની સાથો સાથ સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભના બારીયા દ્વારા ઓવરબ્રિજ ને ખુલ્લુ મુકાતા સ્થાનિકો માટે પણ આનંદનો વિષય બની રહ્યો છે નેશનલ હાઇવે નંબર 48 ઉપર મોટાભાગે અકસ્માતોની વણઝાર થવાની સાથોસાથ હિંમતનગર થી અમદાવાદ તરફ જવા માટે તેમજ રાજસ્થાન થી અમદાવાદ તરફ જનારા વાહન ચાલકો માટે ભારે પરેશાની બનતી હતી જે આજથી દૂર થશે તે નક્કી છે

બાઈટ. રાજુભાઈ દેસાઈ સ્થાનિક

બાઈટ. કુમાર ભાટ

જોકે સાબરકાંઠા લોકસભા સાંસદ દ્વારા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખુલ્લુ મોકલાયેલો આ ઓવરબ્રિજ આગામી સમયમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં કેટલો સહાયક થાય છે એ તો આગામ સમય બતાવશે
રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.