એસ.આર.એફ ( SRF) ફાઉન્ડેશન દ્વારા સમર કેમ્પનુ ઉત્સહાપૂર્ણ રીતે ભરુચ અને નેત્રંગ તાલુકાની 35 શાળાઓમા સમાપન કરવામા આવ્યુ.
બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ
ભરુચ, નેત્રંગ SRF ફાઉન્ડેશન દ્વારા રુરલ શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત ભરુચ જિલ્લાની કુલ ૩૫ શાળાઓમાથી નેત્રંગ તાલુકાની ૧૮ જેટલી પ્રાથમિક શાળાઓમા ૩૦ જેટલા સ્વયંસેવકોના સહોયોગથી ધોરણ 3 થી ૮ ના બાળકો સાથે સવારે ૭.૩૦ થી ૧૦.30 સમય દરમિયાન બાળકોમા સામાજિક, ભાવનાત્મક, રચનાતમ્ક, બોધિક અને શારીરિક, વિકાસના ઉદૈશથી ઉનાળાના વેકેશન દરમિયાન સમર કેમ્પમા વિવિધ પ્રવ્રુતિઓ આયોજન કરવામાં આવી. જે સમર કેમ્પ તા- 12 મે થી 12 જુન સુધી આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા રોજની વિવિધ એક્ટિવિટીઓ અઠવાડિયા પ્રમાણે કરવામાં આવી હતી એમાં પહેલા અઠવાડિયામાં ચિત્ર સ્પર્ધા, બીજા અઠવાડિયામાં વાર્તા સ્પર્ધા ,ત્રીજા અઠવાડિયામાં વિજ્ઞાન લગતી જેમ બાળકો દ્વારા વિજ્ઞાન મૉડેલોની સ્પર્ધા અને મહિના છેલ્લા અઠવાડિયામા નાટક સ્પર્ધા કરવામાં આવી હતી.
સમર કેમ્પના સમાપન કાર્યક્રમ બાળકો દ્વારા વિવિધ કૃતિઓ કરવા આવી જેમકે સ્વાગત ડાન્સ, નાટક, વાર્તા કથન અને વિવિધ ક્રુતીઓનુ પ્રદર્શન પણ કરવામા આવ્યુ.
આ સમર કેમ્પમા કુલ ૧૮૫૦ જેટલા બાળકોએ વિવિધ સ્પર્ધાત્મક પ્રવ્રુતિઓ ઉત્સહાપૂર્ણ રીતે ભાગ લીધો હતો.જેમાં ધોરણ-3 થી 5 મા કન્યા ૪૨૦ અને કુમાર ૪૨૦ , સાથે ધોરણ 6 થી 8 મા કુમાર ૨૮૦ અને કન્યા ૨૮૦ બાળકોને એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા. પહેલા નંબર મેળવેલ બાળકોને સ્ટ્સનરી વસ્તુઓ, બીજા નંબર મેળવેલ બાળકોને નોટ્બુક અને પેન અને ત્રીજા નંબર મેળવેલ બાળકોને કોલર સ્કેચ્પેન જેવા ઈનામનું વિતારણ મહાનુભવોના વરધ હસ્તે આપવામા આવ્યુ હતું.
જેમ ઉમરખડા હાઇસ્કુલના આચાર્ય રૂપેશ રજવાડી અને ગામના તમામ સરપંચ અને વાલીઓના ઉપસ્થિતીમા બાળકોને ઈનામ વિતરણ કરવામા આવ્યુ હતુ.
બાળકોને પ્રોત્સાહિત કરતા વેકેશન દરમિયાન જે બાળકોને શિક્ષણનો લાભ લીધો અને ખૂબ જ જરૂરી એવા સમર કેમ્પ જેવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર દેખાઈ આવે છે તેમાં સરસ રીતે બાળકોને પ્રોત્સાહિત કર્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.