મહિસાગર : શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં સંતરામપુર ખાતે આવાસોનું ઇ - લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. - At This Time

મહિસાગર : શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં સંતરામપુર ખાતે આવાસોનું ઇ – લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો.


મહિસાગર : શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં સંતરામપુર ખાતે આવાસોનું ઇ - લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ, વંચિતો અને જરૂરિયાતમંદોને પાકું મકાન બનાવી અનેક પરિવારોના સપના પૂરા કર્યા છે- મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર

મહીસાગર જિલ્લામાં અંદાજિત ૬૦૪૭ આવાસોનું ઈ-લોકાર્પણ અને ૬૬ આવસોનું ખાતમુહૂર્ત કરાયું

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શ્રીમતી સી એન ભાભોરએ આભરવિધિ કરી હતી.
આ તકે મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી સોંપવામાં આવી હતી. તેમજ લાભાર્થીઓએ આવાસ યોજનાનો સુખદ્ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ એલ.ઈ.ડી. સ્ક્રિન પર પ્રધાનમંત્રીશ્રીનું જીવંત પ્રસારણ નિહાળ્યો હતો.
આ આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમમાં સાથે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શ્રીમતી સી એન ભાભોર,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જે.આર.પટેલ,સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ,કડાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંગુબેન માલિવાડ,પ્રાંત અધિકારીશ્રી,જિલ્લા મહામંત્રી શ્રી રાવજી ભાઈ પટેલ,પાર્ટીના હોદ્દેદારશ્રીઓ,કાર્યકર્તાઓ,લાભાર્થીઓ અને બહોળી સંખ્યામાં સૌ પ્રજાજનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.