આજીડેમ પાસે માધવવાટીકામાં બંધ મકાનમાંથી 2.72 લાખની તસ્કરી
આજીડેમ પાસે માંડા ડુંગર નજીક માધવ વાટીકામાં રહેતાં પ્લમ્બર યુવાનના ઘરમાં રાતે ત્રાટકી તસ્કરો 2.72 લાખના સોના ચાંદીના દાગીના ચોરી ગયા હતા.પરિવારજનો જેતપુર માતાજીના નિવેૈધ કરવા ગયા હતા.આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ,માંડા ડુંગર પાસે માધવ વાટીકા-6માં રહેતાં મુળ જેતપુરના સાગરભાઇ મનોજભાઇ ચૌહાણ(ઉ.વ.30) નામના યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,સાગરભાઇ પ્લમ્બીંગ કામ કરે છે.તેણે કહ્યું હતું કે,તા.29/1ના બપોરે ત્રણેક વાગ્યે હું અને મારા માતા-પિતા તથા પત્નિ તેમજ નાનો ભાઇ અને તેના પત્નિ એમ સપરિવાર અમારા કુળદેવી જેતપુર ગામે હોઇ ત્યાં નિવૈધ કરવા ગયા હતાં. 30મીએ બપોરે પરત આવ્યાત્યારે જોયું તો ડેલીલનું તાળુ બંધ હતું. જે ખોલીને અંદર જતાં રૂમના તાળા-નકુચા તૂટેલા જોવા મળ્યા હતાં.
ઘરની અંદર જતાં લોખંડનો પતરાનો કબાટ ખુલ્લો હતો અને બધુ વેરવિખેર પડયું હતું. કબાટની તિજોરીમાં રાખેલો સોનાનો હાર બુટી સાથેનો અશરે પાંત્રીસ ગ્રામ વજનનો દોઢ લાખનો જોવા મળ્યો નહોતો.આ ઉપરાંત સોનાની બુટી એક જોડી 10 હજારની,સોનાની વીટી 55 હજરાની અને સોનાની નખલીયું રૂા.10 હજારની તેમજ બે જોડી સોનાના પાટલા આશરે સાત ગ્રામના 40 હજારના તથા ચાંદીના સાંકળા બે જોડી 5 હજારના,ચાંદીની વીંટી રૂા.800ની તેમજ બ્રેસલેટ, ચાંદીની બગડી, 3500ની તેમજ ચાંદીની લક્કી રૂા. 3000ની મળી કુલ રૂા. 2,72,300ના દાગીના ચોરાઇ ગયા હતાં.
આ બનાવ 29મીના બપોરના ત્રણથી 30મીના બપોરના દોઢ સુધીમાં બન્યો હતો.સાગરભાઇના ભાઇએ જણાવ્યા મુજબ ઘર નજીક આગળ પાનની દુકાને સીસીટીવી કેમેરા છે એ ચાલુ જ હોય છે.પરંતુ રાત્રીના લાઇટ ગઇ એ પછી અમારા ઘરમાં ચોરી થઇ હતી.આજીડેમ પોલીસ મથકના પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં ગુનો નોંધતા સ્ટાફેની તપાસ શરૂ કરી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.