અમરેલી સ્પે.પી.પી. ચંદ્રેશ બી. મહેતાની તર્કબદ્ધ દલીલોને આધારે …. ૨૫૦ કિલો ગૌમાસ સાથે પકડાયેલ આરોપી ને ૧૦ વર્ષની સજા
અમરેલી સ્પે.પી.પી. ચંદ્રેશ બી. મહેતાની તર્કબદ્ધ દલીલોને આધારે ....
૨૫૦ કિલો ગૌમાસ સાથે પકડાયેલ આરોપી ને ૧૦ વર્ષની સજા
અમરેલી સેશન્સ કોર્ટ નો સીમા ચિન્હ રૂપ ચુકાદો સ્પે.પી.પી. ચંદ્રેશ બી. મહેતાની તર્કબદ્ધ દલીલોને આધારે ૨૫૦ કિલો ગૌમાસ સાથે પકડાયેલ આરોપી ને ૧૦ વર્ષની સજા ફરમાવતા અમરેલી સેશન્સ કોર્ટ
સેશન્સ નામદાર જસ્ટિસ રીઝવાના મેડમ બુખારી સાહેબ નો ઐતિહાસિક ચુકાદો.....
અમરેલી ગઈ તારીખ ૦૨/૦૪/૨૧ ના રોજ બહાદૂરભાઈ વાળા હેડ કોન્સ્ટેબલને બાતમી મળેલ કે ખાટકી વાડમાં રહેતા સોહીલભાઈ મહમમદભાઈ ભાડુલા પોતાના રહેઠાણક મકાને ગૌવંશનું કતલ કરી માસનું વેચાણ કરે છે. જેથી પોલીસ ટીમ બહાદુરભાઈ વાળા હેડ કોસ્ટેબલ તથા પોલીસ અંકુરભાઈ સોલંકી તથા રાજદીપસિંહ ગોહિલ એ પંચો સાથે રાખી આરોપીના મકાને રેડ કરતા ત્યાં ગૌવંશ ના કપાયેલા અંગો ચામડી ,કાન પગની ખરી શીંગડા મોટું તથા ૨૫૦ કિલોગ્રામ ગૌમાસ તથા કતલ કરવાના સાધનો સાથે આરોપી પકડાઈ ગયેલ હોય અને તે અંગેનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશ બી મહેતા ની ધારદાર દલીલો તથા રજુ કરેલ આધાર પુરાવાઓ ને આધારે સેશન્સ જજ રિઝવાના મેડમ બુખારી સાહેબ દ્વારા આરોપી ને પશુ સંરક્ષણ અધિનિયમ ની કલમ ૫(૧)(ક) માં ૧૦ વર્ષની સજા તથા એક એક લાખનો દંડ અને દંડ ના ભરે તો ૧ વર્ષની કેદ તથાં કલમ ૬(ખ) માં ૧૦ વર્ષની સજા તથા એક લાખનો દંડ અને દંડ ના ભરે તો ૧ વર્ષની કેદ તથાં આઈ પી સી ની કલમ ૪૨૯ માં 3 વર્ષની કેદ તથાં ત્રણ હજાર નો દંડ અને દંડ ના ભરે તો 3 માસની સજા તથા ૨૯૫ માં ૨ વર્ષની સજા તથા બે હજાર નો દંડ અને દંડ ના ભરે તો ૨ માસની સાદી સજા તથા જી પી એક્ટ કલમ ૧૧૯ માં બે માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
