7મીએ ‘હીટવેવ’ની આગાહીથી વધુ મતદારો ધરાવતા કેન્દ્રો પર રિઝર્વ સ્ટાફ મૂકી બપોર સુધીમાં ભારે મતદાન કરાવવા તંત્ર સજ્જ - At This Time

7મીએ ‘હીટવેવ’ની આગાહીથી વધુ મતદારો ધરાવતા કેન્દ્રો પર રિઝર્વ સ્ટાફ મૂકી બપોર સુધીમાં ભારે મતદાન કરાવવા તંત્ર સજ્જ


રાજકોટમાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક યોજાઇ

રિઝર્વમાં​​​​​​​ મુકાયેલા સ્ટાફને વધુ મતદારો ધરાવતા મતદાન મથકોમાં મુકાશે : ઓઆરએસ, પાણીની વ્યવસ્થા ગોઠવવા સૂચના

આગામી 7મી મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીની રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મતદાનના દિવસે ‘હીટવેવ’ની આગાહીથી તંત્ર ચિંતિત બન્યું છે અને તેના અનુસંધાને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક યોજાઇ હતી જેમાં આગામી મંગળવારે મતદાનના દિવસે બપોર સુધીમાં જ ભારે મતદાન કરાવી લેવા તંત્ર મક્કમ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.