રૂપિયા પચીસ કરોડ પંચાણું લાખના ખર્ચે પીવાના પાણીની લાઈન ડબલ્યુ. પી. ટી. પાણીની ઓવરહેડ ટેન્ક તથા ગ્રાઉન્ડ ટેન્ક અને ગ્રેવિટી મેઈનના કામોનું ખાતમુર્હુત પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય શ્રી વાસણભાઇ જી. આહીર ના વરદ હસ્તે
અંજાર નગરપાલિકા દ્વારા જી. યુ. ડી. સી.- ગાંધીનગર એમ. જે. એમ. એમ. એસ. વી. વાય. ગ્રાન્ટ માંથી રૂપિયા પચીસ કરોડ પંચાણું લાખના ખર્ચે પીવાના પાણીની લાઈન ડબલ્યુ. પી. ટી. પાણીની ઓવરહેડ ટેન્ક તથા ગ્રાઉન્ડ ટેન્ક અને ગ્રેવિટી મેઈનના કામોનું ખાતમુર્હુત પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય શ્રી વાસણભાઇ જી. આહીર ના વરદ હસ્તે નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન ડી. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને થયું હતું. આ પ્રસંગે શ્રી રામ સખી મંદિરના મહંત શ્રી કિર્તીદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને આશિર્વચન પાઠવ્યા હતા. જેની શાસ્ત્રોત વિધિ શ્રી દેવેન કનકચંદ્ર વ્યાસે કરાવી હતી.
ગંગોત્રી સોસાયટી નવરાત્રી ચોક મધ્યે યોજાયેલ આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શાસક પક્ષના નેતા શ્રી સુરેશભાઈ ટાંકે કરતા સમગ્ર પાણી યોજના વિશે ટૂંકમાં સમજ આપી હતી. આ પ્રસંગે વક્તવ્ય આપતા કચ્છ જિલ્લા ભાજપના મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણીએ જણાવ્યું હતું કે ,શહેરીજનોની સુખાકારીમાં સતત વધારો થાય તે માટે રાજ્ય સરકારથી માંડીને નગરપાલિકા સુધી તમામ પ્રયત્નશીલ રહ્યા છે. જેના સારા પરિણામો જોવા મળી રહ્યા છે.
પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય શ્રી વાસણભાઈ જી. આહીરે આ તબક્કે જણાવ્યું હતું કે, શહેરીજનોની સુખાકારીના ભાગરૂપે સર્વાંગી વિકાસના કાર્યો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં નવા અંજાર વિસ્તારનો વિકાસ થાય તો પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે આ વિકાસ કાર્યનું ખાતમુર્હુત કરવામાં આવ્યું છે. જે કાર્ય જલ્દીથી પૂર્ણ થઈ જશે.
આ કાર્યક્રમમાં ગંગોત્રી નવરાત્રી મંડળ દ્વારા શ્રી વાસણભાઇ આહીર અને કાઉન્સિલર શ્રી સુરેશભાઈ ઓઝા નું ,અંજાર પ્રજાપતિ સોશિયલ ગ્રુપ દ્વારા વાસણભાઇ આહીર નું અને પ્રજાપતિ મહિલા મંડળ દ્વારા શ્રીમતી લીલાવંતીબેન ડી પ્રજાપતિ નું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન લાઈટ એન્ડ ગાર્ડન કમિટી ચેરમેન શ્રી નિલેશભાઈ ગોસ્વામી અને આભાર વિધિ કાઉન્સિલર શ્રી સુરેશભાઈ ઓઝા એ કર્યા હતા.
આજના આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય શ્રી વાસણભાઇ આહીર, શ્રી રામ સખી મંદિરના મહંત શ્રી કિર્તીદાસજી મહારાજ, નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ, ચીફ ઓફીસર શ્રી પારસકુમાર મકવાણા, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખશ્રી ડેનીભાઇ શાહ, કારોબારી સમિતિ ચેરમેન શ્રી વિજયભાઈ પલણ, શાસકપક્ષના નેતા શ્રી સુરેશભાઈ ટાંક ,પાણી પુરવઠા ચેરમેન શ્રી ડાયાલાલભાઈ મઢવી, કાઉન્સિલરો સર્વશ્રી અનિલભાઈ પંડ્યા, શ્રી નિલેશભાઈ ગોસ્વામી, શ્રી જયેન્દ્રસિંહ જાડેજા, શ્રી કેશવજીભાઈ સોરઠીયા ,શ્રી સુરેશભાઈ ઓઝા, શ્રીમતી ગાયત્રીબા ઝાલા, શ્રીમતી કંચનબેન સોરઠીયા, કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ, શ્રી અશ્વિનભાઈ પંડ્યા, શ્રી જયશ્રીબેન ઠક્કર, શ્રી દિનેશભાઈ સી. ઠક્કર, શ્રી મજીદભાઈ રાયમા ,શ્રી ધનજીભાઈ આહીર, શ્રી નરસિંહભાઈ પ્રજાપતિ, શ્રી હાર્દિકભાઈ પ્રજાપતિ, શ્રી મુસ્તાકભાઈ બુખારી, શ્રી મિતેશભાઇ રાઠોડ, નગરપાલિકાના શ્રી ભીમજીભાઈ ચોટારા, તેજપાલ લોચાણી, શ્રી અનસભાઈ ખત્રી ,શ્રી બિંદુલભાઈ અંતાણી,શ્રી સાવનભાઈ પંડ્યા, શ્રી પ્રવીણભાઈ કેરાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.