જય ભવાની ફાઉન્ડેશન દ્વારા ગરીબ દીકરીને ઉચ્ચ અભ્યાસ માટે ચેક આપી આર્થિક મદદ કરવામાં આવી.
સિદ્ધપુર તાલુકાના ગણવાડા ગામની પાયલ ઠાકોર નામની દીકરીની આર્થિક - પરિસ્થિતિ નબળી હોઈ આગળના અભ્યાસ માટે એડમિશન લેવા માટે આર્થિક સહાય ની જરૂર હોઇ સોસીયલ મીડિયામાં મદદ માટેની પોસ્ટ મુકવામાં આવી હતી, જે બાબત જય ભવાની ફાઉન્ડેશનના ધ્યાને આવતાં ગત રોજ જય ભવાની ફાઉન્ડેશન ના સંસ્થપાક મંજુલાબા ઝાલા અને ફાઉન્ડેશનના પ્રમુખ ભાવનસિંહ ઠાકુર, પાયલ ઠાકોરના ઘરે પહોંચી રૂ.અગિયાર હજાર નો ચેક આપી ફાઉન્ડેશન દ્વારા દીકરીને એડમિશન માટે આર્થિક મદદ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જય ભવાની ફાઉન્ડેશન ના સંસ્થાપક મંજુલાબા ઝાલા, ફાઉન્ડેશનના પ્રમુખ ભાવનસિંહ ઠાકુરની સાથે ભવાની સેના ગુજરાતના પ્રમુખ કિરણસિંહ ચૌહાણ તેમજ જય ભવાની ફાઉન્ડેશનના ટ્રસ્ટી દિનેશજી ઠાકોર સહિતની ઉપસ્થિતમાં દીકરી પાયલને અગિયાર હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
