03 ડિસેમ્બરે રાજકોટની 700 સહિત રાજ્યની 40 હજાર પ્રિ-સ્કૂલ બંધ પાડશે
રામકથા મેદાનમાં સંચાલકો એકઠા થશે: બીયુ પરમિશન, ભાડા કરારના મુદ્દે વિરોધ
ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસિએશન દ્વારા પ્રિ-સ્કૂલ નોંધણી નિયમમાં રહેલી વિસંગતતા દૂર કરવા રાજ્ય સરકારમાં વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કેટલાક પ્રશ્નોનો હજુ સુધી ઉકેલ નહીં આવતા હવે આગામી તારીખ 3 ડિસેમ્બરે રાજકોટની આશરે 700 અને રાજ્યની 40 હજાર જેટલી પ્રિ-સ્કૂલના સંચાલકો બંધ પાડશે. બીયુ પરમિશન, ભાડા કરાર સહિતના મુદ્દે વિરોધ કરવા ગાંધીનગરના રામકથા મેદાનમાં રાજ્યભરમાંથી પ્રિ-સ્કૂલના સંચાલકો એકઠા થઇને વિરોધ કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.