ધંધુકા શહેર અને ગ્રામ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા હાલના પી આઈની બદલી કરવા પૂર્વ ધારાસભ્યની ઉચ્ચ કક્ષાએ રજૂઆત. - At This Time

ધંધુકા શહેર અને ગ્રામ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા હાલના પી આઈની બદલી કરવા પૂર્વ ધારાસભ્યની ઉચ્ચ કક્ષાએ રજૂઆત.


ધંધુકા શહેર અને ગ્રામ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા હાલના પી આઈની બદલી કરવા પૂર્વ ધારાસભ્યની ઉચ્ચ કક્ષાએ રજૂઆત.

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં છેલ્લા ઘણા સમય થી કાયદો અને વ્યવસ્થા કથળી ગયેલ છે.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેર માં ખુલ્લે આમ દારૂ નું વેચાણ અને કટિંગ થાય છે, જાહેરમાં દારૂનું વેચાણ થાય છે જાહેર માં જુગાર ધામ ધમધમે છે ઘણા વર્ષો થી બંધ વરલી મટકા નો જુગાર છેલ્લા ૬ મહીનાથી જોરશોરથી ચાલે છે તેમજ રાત્રી ઘરફોડ ચોરી ના કેસો સતત વધી રહ્યા છે ઘણા સમય થી થતી ઘરફોડ તથા વાહન ચોરી ના ગુના વણ ઉકેલાયા છે. એક પણ ચોરી ના ગુનાના આરોપી આજ સુધી પકડાયા નથી
ધોલેરા કોર્ટના પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબ ના ધંધુકા માં આવેલ નિવાસ સ્થાને જ તારીખ ૨૬/૦૧/૨૦૨૫ ના રોજ ચોરી થયેલ તથા તારીખ ૨૪/૦૨/૨૦૨૫ ના રોજ સાંજે ૭-૧૫ આસપાસ ધંધુકાના જાણીતા ડોકટર કે સી શાહ સાહેબ ના ઘરે અજાણ્યા ૩-૪ ઇસમો દ્વારા ઘરમાં ઘુસી તીક્ષણ હથિયાર વડે હુમલો કરી શારીરિક ઇજાઓ પહોંચાડી લૂંટી લેવાના ઇરાદે ઘરમાં ઘૂસી ગયેલ, પરંતુ લોકો ને જાણ થતા લોકો ના ટોળાએ ભેગા થઈ એક હુમલાખોરને પકડી પાડેલ અને બાકીના હૂમલાખોરો ફરાર થઇ ગયેલા.

આમ ધંધુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગુનાખોરી નો આંક સતત વધી રહ્યો છે.

હાલના પી આઈ શ્રી ગોજીયા આ ગુનેગારો ને પકડવામાં વામણા સાબિત થયેલ છે, અને પી આઈ શ્રી ગોજીયા ના સમય માં ગુનાખોરી અંકુશમાં લેવાના બદલે સતત વધી રહી છે.

અને ગુનેગારોને સ્થાનિક પોલીસ નો ડર નથી તેમ સ્પષ્ટ જણાય છે અને સામાન્ય જનતા ચોર લુટારુ ના ડર ના ઓઠાં હેઠળ જીવવા મજબૂર બની છે.

ત્યારે હાલના પીઆઇ શ્રી ગોજીયાની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે અને ધંધુકા શહેર તથા ગ્રામ્ય ના લોકોનો પોલીસ દ્વારા પુનઃ વિશ્વાસ કેળવી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ દ્વારા રાજ્યના ગૃહ મંત્રી તથા અમદાવાદ ગ્રામ્ય ના પોલીસ વડા તથા જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image