સેવાભાવી પરિવાર ના સ્વ.મંજુલાબેન ભરડા ના ચક્ષુદાન નો સંકલ્પ અનિવાર્ય સંજોગો ના કારણે શક્ય ન બનેલ પરંતુ પરિવાર ની સેવા નિષ્ઠા ને નમન
સ્વર્ગસ્થ મંજુલાબેન વિનોદ ચંદ્ર ભરડા નું ચક્ષુદાન ન થય શક્યું એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું.
પરમ કૃપાળુ પરમાત્મા મંજુલાબેન ના દિવ્ય આત્મા ને ગૌ લોક મા સ્થાન આપે એવી પ્રાર્થના છે.
મંજુલાબેન એ ડો. વિનોદ ચંદ્ર ભરડા ના ધર્મ પત્નિ થાય છે, હાલ માંગરોળ શ્રી માળી વણીક મહાજન હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર ડો. નરેન્દ્ર ભાઈ ભરડા ના માતૃ શ્રી થાય છે.
તા.૧૫/૪/૨૫ ના માંગરોળ ખાતે મંજુલાબેન નું દેહાવસાન થતાં એમના પુત્ર ડો. નરેન્દ્ર ભાઈ ભરડા સાહેબ અને હોસ્પિટલ ના મેનેજર પંકજભાઈ રાજપરા દ્વારા શિવમ્ ચક્ષુદાન -આરેણા ને નેત્ર દાન માટે જાણ કરી હતી. પરંતું ચક્ષુદાન અમુક અનિવાર્ય સંજોગોમાં શક્ય ન થયું એ બદલ હું આપ પરિવાર સામે દિલગીરી વ્યક્ત કરું છું અને આપ ને ઈશ્વર આ વિકટ સમયે દુઃખ સહન કરવા ની શક્તિ પ્રદાન કરે, દિવ્ય આત્મા ને શ્રધાંજલિ અર્પણ કરી એ છે. આપ ના ચક્ષુદાન ના વિચારો ને હ્રદય થી વંદન કરી એ છે. આપ પરિવાર મા થી આપના સ્વજન નું આગળ ના સમયે નેત્ર દાન થયેલ છે એમને પણ બિરદાવી ને સદ્ ગત્ આત્મા ને ગૌ લોક મા સ્થાન મલે એવી પ્રાર્થના છે.
ડો. નરેન્દ્ર ભાઈ ભરડા સાહેબ આપણા રેગ્યુલર રક્ત દાતા શ્રી છે અને સેવા ભાવી ડોક્ટર રહ્યા છે. નરેન્દ્ર ભાઈ ના પપ્પા વિનોદ ચંદ્ર ભરડા સાહેબ પણ ડોક્ટર છે અને આપણા વિસ્તાર મા ખુબ સેવા આપી છે સાહેબ ના દાદા રામ ભાઈ ભરડા સાહેબ પણ ડોક્ટર હતા ને એ સમય મા ખુબ મોટી સેવા રહીં હતી, આપ પરિવાર ત્રણ પેઢી ની મેડિકલ ક્ષેત્રે સેવા રત છે. પરિવાર ની સેવા ને હ્રદય થી વંદન કરું છું.
દિવ્ય આત્મા ને શ્રધાંજલિ અર્પણ કરી એ છે.
ૐ શાંતિ શાંતિ શાંતિ
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે
