આજનો ઇતિહાસ 15 ડિસેમ્બર: સરદાર વલ્લભભાઇ પટેલની પૃણ્યતિથિ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં કેટલો ખર્ચ થયો છે? - At This Time

આજનો ઇતિહાસ 15 ડિસેમ્બર: સરદાર વલ્લભભાઇ પટેલની પૃણ્યતિથિ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં કેટલો ખર્ચ થયો છે?


ભારતીય સ્વતંત્રત સેનાની અને દેશા પ્રથમ ગૃહમંત્રીનો જન્મ વર્ષ 1875માં 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના નડિયાદમાં અને અવસાન વર્ષ 1950માં 15 ડિસેમ્બરના રોજ મુંબઇમાં થયુ હતુ. તેમને લોહપુરુષ પણ કહેવાય છે. ગુજરાતમાં વડોદરા નજીક સરદાર પટેલની વિશાળ કદની મૂર્તિ બનાવવામાં આવી છે, જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પાછળ લગભગ 3000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ મૂર્તિના નિર્માણમાં 70000 ટન સિમેન્ટ, 25000 ટન સ્ટીલ અને 12000 બ્રોન્જ પેનલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો.કાશ્મીર પર હુમલો થયાના કેટલાક દિવસો પછી જીન્ના અને લિયાકત સાથે વાતચીત કરવા માટે પોતાની સાથે લાહોર આવવા માઉન્ટબેટને જવાહરલાલને આગ્રહ કર્યો. વલ્લભભાઈ સ્પષ્ટ શબ્દોમાં તેનો વિરોધ કરેલ. કારણ કે આપણો પક્ષ મજબૂત છે અને આપણે સાચા છીએ
પરંતુ...ડિસેમ્બર અંતમાં જવાહરલાલે બતાવ્યું હતું કે મેં રાષ્ટ્રસંઘમાં જવાનું નક્કી કરેલ છે.
હૈદરાબાદ ભારત સાથે જોડાયતેનો વિરોધ કરવાવાળા આતંકવાદી મુસલમાન દળ રજાકારની સાથે સામ્યવાદીઓએ સંબંધ સ્થાપિત કર્યો છે એવી જાણકારીના કારણે વલ્લભભાઈ આ વિષયમાં ખૂબ જ ચિંતિત થવા લાગ્યા.

આખું હિન્દુસ્થાન મારું ગામ છે.અઢારે વર્ણ મારાં ભાઈ ભાંડુ છે.

જેણે ઈશ્વરની ઓળખાણ કરીએને તો જગતમાં કોઈ અસ્પૃશ્ય નથી. એને ઊંચનીચના ભેદ નથી
કોઈ પણ માણસને અસ્પૃશ્ય માનવો એ પાપ છે. અસ્પૃશ્યતા એ વહેમ છે. હું જ્ઞાતિ-જાતિમાં નથી માનતો.
સુંદર મુખમાંથી મધુર વચનો અને ઈશ્વરનું નામ બોલવાનાં છે. તેમાં દારૂ-તાડી નાંખવા એ પાપ છે.
દેશની સેવા કરવામાં જે મીઠાશ છે તેવી બીજા કશામાં નથી.દરેક યુવક-યુવતીએ રાષ્ટ્ર ઘડતરમાં, રાષ્ટ્રજીવનમાં પોતાનો હિસ્સો આપી શકે એટલી તાલીમ લેવી જોઈએ.
સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના વિચારો સમજીને અને દેશને તોડનારી તાકાતો-વિચારો-વિષમતાઓને સમજી તેમજ તેને દૂર કરી, આપણે રાષ્ટ્ર ઘડતરમાં, રાષ્ટ્રજીવનમાં આપણો હિસ્સો આપીએ....આ જ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.