રાજકોટમાં ગેરકાયદેસર કતલખાના ચલાવનાર સાથે રાજકીય નેતાઓને સંબંધ! અંતે ગુનો નોંધાયો : ગૌમાંસ હોવાનો FSL રિપોર્ટમાં પ્રૂફ થયું
રાજકોટમાં 30મી જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિવસ નિમિતે રાજકોટમાં મ્યુનસિપાલ દ્વારા કોર્પોરેશનની હદમાં આવતા તમામ કતલખાના બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો હતો. આમ છતાં ગૌ રક્ષકોએ બાતમીના આધારે પોલીસને સાથે રાખી મોચી બજારમાં રહેણાંક મકાનમાંથી કતલખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે ગૌ રક્ષક જીવ દયા પ્રેમી કેતન સંઘવીએ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમજ ધારાસભ્ય દર્શિતાબેન શાહને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો સરકાર અને તંત્ર દ્વારા આગામી સમયમાં કોઈ પગલાં લેવા નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
