સુરત શહેર માં અનોખી સેવા સ્તકર્મ કરવું હોય તે સ્થળ સમય સંજોગ ક્યાં જોવે છે અપના હાથ જગન્નાથ - At This Time

સુરત શહેર માં અનોખી સેવા સ્તકર્મ કરવું હોય તે સ્થળ સમય સંજોગ ક્યાં જોવે છે અપના હાથ જગન્નાથ


સુરત શહેર ની ખુબસુરતી ને મહેકવતી અનોખી સેવા સ્તકર્મ કરવું હોય તેને સ્થળ સમય સંજોગ ક્યાં જોવે છે અપના જગન્નાથ  "વૈષ્ણવ જન તો તેને રે કહી એ જે પીડ પરાઈ જાણે રે" આ પંક્તિ એ મનસુખભાઈ ડોબરીયા ને શ્રેય માર્ગે ચાલવા ની જાણે પ્રેરણા આપી રહી હોય તેમ  મકરસંક્રાંતિ ના પાવન પર્વ ની  ઉત્સાહ ભેર ઉજવણી પછી ઠેર ઠેર વીજ વાયરો વૃક્ષો ની ડાળી માં ગુંચવાયેલ તીક્ષ્ણ દોરી ના ગુંચા ઓ ઉતારી ગગન માં વીહાર કરતા પક્ષી ઓનું જીવન ભય મુક્ત કરવા માનવતાવાદી કરુણા વત્સલ્ય કામ કરતા ખોડીયાર ઓટો કન્સલ્ટન્ટ નામની પેઢી ધરાવતા મનસુખભાઈ ડોબરીયા  અનોખી સેવા બજાવી રહ્યા છે કોથળા મોઢે કાતિલ દોરી ના ગુંચળા એકત્રિત કર્યા લોકો ઉતરાયણ નિમિત્તે પતંગો ઉડાડીને પોતાનો આનંદ માણતા હોય છે ત્યારે મનસુખભાઈ એ પક્ષીઓનાં રક્ષણ માટે સુંદર જીવસેવા અર્થે પતંગના દોરાઓ એકઠા કરવા લાગે છે જેથી કરીને પક્ષીઓની પાંખો અને મનુષ્યો ના ગળાઓ ન કપાઈ જાય એટલા માટે લગભગ 40 કિલો જેટલી દોરીઓ ભેગી કરીને સાચા અર્થમાં પર્યાવરણ અને કુદરતી પ્રકૃતિ માટે નાની પણ હદયસ્પર્શી સેવા કાર્ય કર્યું છે એમનું કહેવાનું હતું કે આ દોરી એક સેવાભાવી ભાઈ રૂબરૂ આવશે અને સો રૂપિયા કિલો દોરી લઈ જશે અને તેમના પૈસા આવશે તે પૈસાની ચણ લઈને પક્ષીઓને ખવડાવવામાં આવશે આવી સુંદર સેવા તેમનું ગ્રુપ મળીને કરી રહ્યા છે તેમજ સાથે સાથે તેમને વૃક્ષોને પાણી સિચવાનું ગૌ સેવા કરવી ખૂબ જ ગમે છે તેમને હૃદયના ભાવથી ખુબ ખુબ મનવંદન કરીએ છીએ સેવા જ કરવી હોય તેને સ્થળ સમય સંજોગ ક્યાં નડે છે ઉંચી અંતરશુદ્ધિ અને પ્રકૃતિ પ્રત્યે નો પ્રેમ દરેક જીવાત્મા નું કલ્યાણ કરવા ની કામના માણસ ને આવી અનોખી સેવા મુહિમ ને પ્રેરણા આપે છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.