લાઠી તાલુકાના વિદ્યાર્થીઓ ને વિનામૂલ્યે ચશ્મા વિતરણ

લાઠી તાલુકાના વિદ્યાર્થીઓ ને વિનામૂલ્યે ચશ્મા વિતરણ


લાઠી તાલુકાના વિદ્યાર્થીઓ ને વિનામૂલ્યે ચશ્મા વિતરણ શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત લાઠી તાલુકા ની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માં દૃષ્ટિ ખામી ની પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ લાઠી સરકારી હોસ્પિટલ ખાતે ઓપથેલમિક એક્સપર્ટ દ્વારા આંખ ની વધુ તપાસ કરી સારવાર આપવામાં આવે છે તેમજ ચશ્માની જરૂરિયાત વાળા બાળકો ની વિગત નોંધી વિનામૂલ્યે ચશ્મા બનાવી આપવા માં આવે છે. ચાલુ વર્ષે ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ હેઠળ લાભ લઈ ચૂક્યા છે. લાઠી ના ડો. આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ આર.બી.એસ.કે. વિભાગ ના ડો. હરિવદન પરમાર, ડો. હસમુખ સોલંકી, ડો. હિતેશ પરમાર, ડો. મિત્તલ શેલીયા, ડો. નિધિ આંબલીયા, ડો. પારુલ દંગી અને ઓપથેલમિક એક્સપર્ટ ચંદ્રેશ બલદાણીયા એ ખુબ જેહમત ઊઠાવી આ કાર્યક્રમ ને સફળ બનાવેલ છે. તેમજ વધુ માં વધુ ચશ્મા ની જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ અંતર્ગત તપાસ અને સારવાર કરાવે એવી લાઠી આરોગ્ય વિભાગ એ અપીલ કરી છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »