સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીના સાનિધ્યમાં 50થી વધુ વેપારી અગ્રણીઓએ લક્ષ્મી અને ચોપડા પૂજન કર્યું - At This Time

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીના સાનિધ્યમાં 50થી વધુ વેપારી અગ્રણીઓએ લક્ષ્મી અને ચોપડા પૂજન કર્યું


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દીપાવલી તા. 12-11-2023નાં રવિવારનાં રોજ દાદાને ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે દિવાળી એટલે અનેક પર્વોનો સમૂહ. વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ અને આજે દિપાવલી એટલે દિપમાળાઓની ફટાકડા સાથે ચોપડા પૂજન ચોપડા પૂજન દ્વારા શ્રી1।।નો અને શુભ લાભનો સંદેશ આપણી પરંપરામાં પ્રચલિત છે વડતાલ ધામ સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર ખાતે પરીસરમાં સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સમૂહ ચોપડા પૂજનમાં 50 જેટલા વેપારી પ્રતિનિધીઓ પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી તેમજ કોઠારી સ્વામી વિવેકસાગર દાસજી દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત શાસ્ત્રી હરિપ્રકાશદાસજીએ પૂજકોને આશીર્વાદ પાઠવ્યા હતાં
''દાદાના દરબારમાં ચોપડા પૂજન કરીને વેપારીઓ અને તમામ ગ્રામજનો ધન્યતા અનુભવી''
હરિપ્રકાશ સ્વામીએ આ પ્રસંગે જણાવ્યું કે, આજે દિવાળીએ લક્ષ્મી, પૂજન ચોપડા પૂજનનું સનાતન હિન્દુ સંસ્કૃતિમાં અનેરું મહત્ત્વ છે. સૌ-સૌની રીતે તમામ વેપારીઓ ચોપડા પૂજન કરતા હોય છે પણ, સાળંગપુર દાદાના દરબારમાં ચોપડા પૂજન કરીને વેપારીઓ અને તમામ ગ્રામજનો ધન્યતા અનુભવે છે કારણ કે, હનુમાન દાદા અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા છે. એટલે અહીં ચોપડા પૂજન દાદાના સાનિધ્યમાં થાય તે ધન્યતા છે.

બોટાદ બ્યુરો :ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.