કુકાવાવના યુવકને પેટ્રોલ આપવાના બહાને બોલાવી બે મિત્રે હત્યા કરી પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીને ઝડપી પાડ્યા - At This Time

કુકાવાવના યુવકને પેટ્રોલ આપવાના બહાને બોલાવી બે મિત્રે હત્યા કરી પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીને ઝડપી પાડ્યા


કાઝ દેત્રોજ કેનાલ પર બોલાવી માથાનાં ભાગે ઈંટ મારી દોરી વડે ગળું દબાવી હત્યા કરી મૂર્ત દે કેનાલના પાણીમાં ફેંકી દીધો હતો

રાત્રે મોડું આવવાનું કહી ગયેલ હતી બીજા દિવસે બપોર સુધી કરે નહીં આવતા પત્નીએ શોધક કોણ આદરી

દેત્રોજ તાલુકાના કુકવાવ ગામના યુવકનો મૃતદેહ દેત્રોજથી કાઝ તરફ જતી નર્મદાની કેનાલમાં પાણીમાંથી મળી આવતા પંથકમાં ચકચાર વધી જવા પામી હતી ઘટનાની જાણ થતા દેત્રોજ પોલીસની ટીમ ધટના સ્થળે પહોંચી યુવકનાં મૃતદેહને બહાર કાઢી પીએમ માટે દેત્રોજ સરકારી દવાખાને લઈ જવાયો હતો પોલીસે તપાસ હાથ ધરતા યુવકની હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંક્યો હોવાનું સામે આવ્યું હતું દેત્રોજ પોલીસે ગણતરીના કલાકોમાં જ ૨ યુવકને દબોચી લીધા છે જે અંગેની પોલીસ ફરીયાદ દેત્રોજ પોલીસ સ્ટેશન માં મરણ જનારની પત્નીએ નોંધાવી હતી દેત્રોજ પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ દેત્રોજ તાલુકાના કુકવાવ ગામના વિજયસિંહ છનુભા સોલંકી તારીખ 23મી માર્ચ 2024 ની રાત્રે પરિવાર સાથે જમવા બેઠા હતા તે દરમિયાન તેઓના મોબાઇલ પર મિત્ર ભયલુભા નો ફોન આવ્યો હતો અને કેનાલ પર પેટ્રોલ લઈને આવા જણાવ્યું હતું. વિદેશી પોતાની માતા પાસેથી રૂપિયા 500 લઈને બાઈક લઈને પેટ્રોલ આપવા માટે પત્નીને રાત્રે મોડે આવવાનું કહીને નીકળ્યા હતા. તારીખ 24 એપ્રિલ બપોરે 1:00 વાગ્યા સુધી વિજયસિંહ પરત ઘરે નહીં આવતા પત્ની સહિત પરિજનોએ શોધ ખોળ હાથ ધરી હતી આખરે કોઇ ભાળ નહીં મળતા પત્નીએ તારીખ 24મી માર્ચે દેત્રોત પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધાવી હતી પત્નીની ફરીયાદ ને આધારે દેત રોડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ.એન.જાની સહિત ની ટીમે શોધખોળ હાથ ધરી હતી શોધખોળ દરમિયાન તા ૨૪ વાંચના પાંચ વાગ્યાની આસપાસ દેત્રોજની કાઝ તરફ જતી નર્મદાની કેનાલ પાસેના નેળીયામાથી વિજય સિંહ નું બાઈક અને બાજુમાં પેટ્રોલ ભરેલી બોટલ લોહીના ડાઘા વાળી ઈંટ અને ચંપલ મળી આવ્યા હતા આથી દેત્રોત પોલીસ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી દરમિયાન કેનાલના સાયફનમાથી વિજયસિંહ સોલંકીનો મૃતદેહ મળી આવ્યો હતો કેનાલના પાણીમાંથી મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરતા માથાનાં પાછળના ભાગે તથા ગળાના ભાગે દોરી જેવી વસ્તુથી ગળું દબાવ્યાના નિશાનો મળી આવ્યા હતા પોલીસને પ્રાથમિક તારણ માં વિદેશી સોલંકી ની હત્યા કરી મુતદેહ કેનાલમાં ફેંક્યો હોવાનું સામે આવ્યું હતું પોલીસે મૃતદેહ નો કબજો મેળવીને દેત્રોજની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવાઈ હતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને દેત્રોત પોલીસની અલગ-અલગ ટીમે હત્યાના આરોપીને ઝબ્બે કરવા તપાસ હાથ ધરી હતી હુમન્સ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી યુવક શત્રુધ્નસિંહ ઉર્ફે ભયલુભા સોલંકી ( ઉ.વ.૨૧ ) અને ગુરદિપસિહ પ્રવિણસિંહ સોલંકી (ઉ.વ.૨૨) રહે છનિયાર તા.દેત્રોજ ને ઝડપી લીધા હતા પોલીસે હત્યા માટે વપરાયેલો મુદ્દા માલ આરોપી પાસેથી કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.