જસદણમાં આવતીકાલે જનશક્તિ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય આયોજન સાથે પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ યોજાશે : વ્હાલુડી દીકરીના વિવાહ - At This Time

જસદણમાં આવતીકાલે જનશક્તિ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય આયોજન સાથે પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ યોજાશે : વ્હાલુડી દીકરીના વિવાહ


જસદણના આટકોટ ગામે રાતે ઇન્ડસ્ટ્રીઝ ખાતે જનશક્તિ ફાઉન્ડેશન દ્વારા આવતીકાલ 18 ફેબ્રુઆરી 2024 રવિવારના રોજ સાંજે ચાર વાગે પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ યોજાશે. જેમાં 18 ફેબ્રુઆરીના રોજ સવારે 8:00 કલાકે મંડપ મુહૂર્ત તેમજ બપોરે ત્રણ કલાકે જાન આગમન થશે અને સાંજે 6:00 કલાકે તેમજ 6:30 કલાકે ભોજન સમારંભ થશે. પ્રસંગીત ઉદબોધન અને અતિથિ સત્કાર સાંજે 7:00 કલાકે તેમજ કન્યા વિદાય રાત્રે 9:30 કલાકે થશે ત્યારે જનશક્તિ ફાઉન્ડેશન ના પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા જણાવ્યું હતું કે "દીકરીએ તો સાગર છે સાગરમાં ગમે તેવા સુખ દુઃખના મોજા આવે તો પણ તે છલકાતો નથી દીકરી સંસારના નિયમ મુજબ તેને વિદાય કરવાની વેળા આવે પારકાને પોતાના ગણી દૂધમાં સાકરની જેમ ભળી આપણા સમાજના સંસ્કારને પ્રજવેલિત કરે"ઉપરોક્ત વિધિના મુખ્ય આચાર્ય કેતનભાઇ સી ત્રિવેદી તેમજ સ્ટેજ સંચાલક મહેશભાઈ રામાણી તેમજ હેમેન્દ્રભાઈ વેગડ તેમજ શ્રુતિબેન પટેલ કરશે.

આ સમારોના ઉદ્ઘાટક દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચર,ડોક્ટર ભરતભાઈ બોઘરા - મેનેજિંગ ટ્રસ્ટી કે ડી પી હોસ્પિટલ, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સરદાર ધામ ગગજીભાઈ સુતરીયા, સુભાષભાઈ ડોબરીયા - એટ ધીસ ટાઇમ, ઈશુદાન ભાઈ ગઢવી, નરેશભાઈ પટેલ (ખોડલધામ) દિલાવર ભાઈ (શેઠ) એમ હમીદ, ગોપાલભાઈ ઇટાલીયા, જયરાજસિંહ જાડેજા, કરસનદાસ (બાપુ) ભાદરકા હાજરી આપશે. તેમજ રાજકારણ સાથે તેમજ અલગ અલગ બિઝનેસ વ્યવસાય સાથે જોડાયેલ ઉદ્યોગપતિઓ હાજરી આપશે. આ તમારો ના અધ્યક્ષ શ્રી ડોક્ટર અશોકભાઈ બોદર જીવાપર વાળા હાલ અંકલેશ્વર તેમજ અતિથિ વિશેષ તરીકે ડોક્ટર પંકજ કોટડીયા પણ આ સમૂહ લગ્નના સાક્ષી બનશે. આ સમૂહ લગ્ન માટે દીકરીઓના કરિયાવરના દાતાઓ પણ હાજરી આપશે જેમાં ડોર કબાટ ગાદલુ ખુરશી ચમચી સ્ટીલ ગ્લાસ બેડ સહિત 96 વસ્તુઓ 11 દીકરીઓને કરિયાવર તરીકે આપવામાં આવશે.

જનશક્તિ દ્વારા પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં શ્રી મહામંડલેશ્વર મહંત શ્રી સુખદેવ દાસજી મહારાજ મોટા રામજી મંદિર જસદણ તેમજ દેવરાજ ગીરીબાપુ ખોડીયાર મંદિર ગોખલાણા તેમજ વસુદાનંદ ગીરીબાપુ દાતાર ગૌશાળ નાના વડા તેમજ મહંત હરિહરાનંદ ગિરીજી મહારાજ શ્રી ડુંગરપુર હનુમાનજી જગ્યા જસદણ તેમજ સંત કામેશ્વર ગીરીબાપુ રામેશ્વર મંદિર જસદણ તેમજ મહંત 108 ભાર્ગવદાસ બાપુ ઓમ બીમાર નંદી ગૌશાળા જસદણ સહિતના સાધુ સંતોના આશીર્વાદ અપાશે.

આટકોટના આંગણે આ રૂડા અવસરમાં જનશક્તિ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિર પણ રાખવામાં આવેલ છે આ અવસરને વધુ સુશોભિત કરવા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામ નિસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝર આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ માનવસેવા સમિતિ અને નારી ગ્રુપ જેવી સેવાભાવી સંસ્થાઓ પણ જોડાશે બ્લડ ડોનેશન કાર્યક્રમ બપોરે ત્રણ વાગ્યાથી રાત્રે 9 કલાક સુધી ચાલુ રહેશે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.