મહેસાણા જિલ્લા દિવ્યાંગો એ વ્હીલચેર બેસી અચૂક મતદાન લોગો બનાવ્યો - At This Time

મહેસાણા જિલ્લા દિવ્યાંગો એ વ્હીલચેર બેસી અચૂક મતદાન લોગો બનાવ્યો


મહેસાણા જિલ્લા દિવ્યાંગો એ વ્હીલચેર બેસી અચૂક મતદાન લોગો બનાવ્યો
ગુજરાત રાજ્ય માં મહેસાણા જિલ્લા સૌપ્રથમ વાર દિવ્યાંગ ને મતદાન કરવા માટે વ્હીલચેર તથા અન્ય સુવિધાઓ માટે પહેલ કરી છે.

મહેસાણા ખાતે 1037 દિવ્યાંગો એ વ્હીલચેર બેસી અચૂક મતદાન નો લોગો બનાવ્યો તેમાં શનિવાર સાંજે જિલ્લા પંચાયત થી દિવ્યાંગ મતદારો વ્હીલચેર પર બેસીને રેલી કાઢી હતી.જે રેલી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચી હતી. જ્યાં દિવ્યાંગ મતદારો એ અચૂક મતદાન કરીએ ને લોગો ની પ્રતિકૃતિ બનાવી મતદાન માટે અપીલ કરી હતી નોડલ એનજીઓ ખોડિયાર એજયુકેશન ટ્રસ્ટ ના સહયોગ થી જિલ્લા ની ૭ કંપની ઓનઆરઊ. ૨૬.૨૬ લાખની સહાય ને સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી પી ડી પલસાણા એ બિરદાવી ને તમામ નું સન્માન કર્યું હતું. અને ગુજરાત રાજ્ય નો મહેસાણા જિલ્લા માં સૌપ્રથમ વાર દિવ્યાંગ નો મતદાન કરવા માટે ની વ્હીલચેર સુવિધા કરવામાં મહેસાણા જિલ્લા એ પહેલ કરી છે.
આ કાર્યક્રમ માં કલેકટર એમ નાગરાજન.ડીડીઓ. ડૉ .હસરત જૈસ્મીન અધિક કલેકટર એસ.સી.સાવલીયા,નાયબ ચૂંટણી અધિકારી વિવેક બારહટ ના તમામ અધિકારીઓ ની ઉપસ્થિતિ રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.