બોટાદના ગઢડાના સંત એસ પી સ્વામી થયા ગદગદ,રામલલ્લાનુ મળ્યું આમંત્રણ - At This Time

બોટાદના ગઢડાના સંત એસ પી સ્વામી થયા ગદગદ,રામલલ્લાનુ મળ્યું આમંત્રણ


બોટાદના ગઢડાના સંત એસ પી સ્વામી થયા ગદગદ,રામલલ્લાનુ મળ્યું આમંત્રણ

બોટાદના ગઢડાના શ્રી ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ ચેરમેન અને સંત પૂજ્ય એસપી સ્વામીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું છે.આમંત્રણ મળતા સ્વામીજી ભાવ વિભોર થઇ ગયા છે અયોધ્યાએ વિશ્વ શાંતિ માટે કેન્દ્ર બિંદુ બનશે. રામ સેવકનાં જીવનનું એક મહત્વનું કાર્ય પૂર્ણ થયું છે.અયોધ્યમાં રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.આગામી દિવસોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.દેશભરનાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ ગયો છે.હયૈ હરખ સમાતો નથી. રામ મંદિર નિર્માણ પહેલા અનેક લોકો બીલદાન આપ્યા છે.તેમજ આ ચળવળનાં ભાગીદાર બન્યાં હતાં બોટાદના ગઢડાના સંત એસપી સ્વામી શ્રી રામ મંદિર ચળવળનાં હિસ્સો રહ્યાં હતા અને લોકોને રામ મંદિર ચળવળમાં જોડાવા પેર્યા હતાં. સ્વામીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટેનું આમંત્રણ મળતા ભાવ વિભોર થયા છે એસપી સ્વામી એ જણાવ્યું હતું કે,મને જયારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવાનો આમંત્રણ મળ્યું છે.ત્યારે હજારો રામ સેવકના જીવનનું એક મહત્વનું કાર્ય સફળ થયું તેવું હૃદયથી લાગી રહ્યું છે એસપી સ્વામીએ વધુ જણાવ્યું કે એક સમયે એવુ લાગતું હતું કે, ક્યારે રામ મંદિર બનશે નહીં.કારણે કે જે તે વખતે સરકારની જે માનસિકતા હતી,તેને લઈને આવા વિચારો પણ આવતા હતાં.સુપ્રીમ કોર્ટના રામ મંદિરને લઈને સકારાત્મક ચુકાદા બાદ નરેન્દ્રભાઇ અને અમિતભાઇએ દેશમાં અરજકતા ન આવા દીધી એ એક નોંધપાત્ર બાબત છે એસપી સ્વામીએ વધુ જણાવ્યું કે જે તે સમયે દ્વારકાથી કાર સેવા લેવા માટે યાત્રા કાઢવામાં આવી હતી જે લલકાર યાત્રા તરીકે નામ અપાયું હતું જેમાં એસપી સ્વામી સહિત આજુબાજુના નામાંકિત જગ્યાના સંતો પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.