અંડર -૧૬માં કુમકુમે ૫.૫૬ મીટર લોંગ જમ્પ થકી ગોલ્ડ મેડલ જીત્યો - At This Time

અંડર -૧૬માં કુમકુમે ૫.૫૬ મીટર લોંગ જમ્પ થકી ગોલ્ડ મેડલ જીત્યો


રામાણી કુમકુમે જુનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ એ.ટી. ગુવાહાટી ખાતે સાબર સ્ટેડિયમ હિંમતનગરનુ ગૌરવ વધાર્યું

************

અંડર -૧૬માં કુમકુમે ૫.૫૬ મીટર લોંગ જમ્પ થકી ગોલ્ડ મેડલ જીત્યો

*********

     નવેમ્બર માસમાં ગુવાહાટી આસામ ખાતે ૨૮ રાજ્યોના ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ જુનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમની દિકરી રામાણી કુમકુમે આ સ્પર્ધામાં અંડર -૧૬માં ૫.૫૬ મીટર લોંગ જમ્પ  થકી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

     અમરેલી જિલ્લાની રામાણી કુમકુમના પિતા ભરતભાઇ રામાણી ખેડૂત અને માતા ગૃહિણી છે. કુમકુમ રમતની તાલીમ અગાઉ  ડી.એલ.એસ.એસ. જામનગર ખાતે મેળવી વધુ તાલિમ માટે પસંદગી પામી સાબર સ્ટેડિયમ ખાતે ૧૦ મહિનાથી તાલિમ લઈ રહી છે. તે ખુબ જ મહેનતુ અને સમર્પિત ખેલાડી છે. જેને માત્ર ૧૦ મહિનાના સખત પરિશ્રમ થકી રાષ્ટ્રિયકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી અમરેલી અને સાબરકાંઠા એમ બે જિલ્લાઓના નામ રોશન કર્યા છે. માત્ર દસ મહિનાની મહેનત થકી કુમકુમે આ સિધ્ધિ હાંસલ કરી છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે.     

 

  રાજ્યના ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે આગળ આવે અને તેમને યોગ્ય માર્ગદર્શન મળી શકે તે હેતુથી સ્પોર્ટ્સ ઓથો. ઓફ ગુજરાત દ્રારા જિલ્લા મથકોએ રમતગમત સંકુલોના નિર્માણ કરવામાં આવ્યા છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દિર્ગદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા ગુજરાતની શાળા કોલેજના વિધાર્થીઓને રમતગમત ક્ષેત્રે આગળ લાવવાના હેતુથી આ રમત સંકુલોના નિર્માણ થયા છે. જે ઉમદા હેતુથી આ સંકુલો બનાવાયા છે તે સિધ્ધ થતા દેખાઇ રહ્યા છે.   

    

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.