ઇડરની વેરાબર શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું - At This Time

ઇડરની વેરાબર શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું


*ઇડરની વેરાબર શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું*
********************
*વિજ્ઞાનની આંખે અને ટેકનોલોજીની પાંખે જ્ઞાનના આકાશમાં વિહરતા બાલ વૈજ્ઞાનિકોને અવનવા પ્રયોગો રજૂ કર્યા છે. તેનો આંનંદ છે.*
- શ્રીમતિ મિતાબેન ગઢવી
*********************
*ઇડર તાલુકાની ૭૦ શાળાઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો*
*************
*આસપાસની શાળાઓના લગભગ ૨૦૦૦ જેટલા વિધ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યુ*
**************
જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇડર અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી હિંમતનગર અને અરવલ્લી શાળા વિકાસ સંકુલ(SVS) ઈડરના સંયુક્ત ઉપક્રમે ૫૪મો ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ઇડર તાલુકાના વેરાબર ખાતે યોજાયો હતો.
શ્રી એચ.પી જોષી હાઇસ્કુલ અને શ્રીમતિ એચ.આર મહેતા ઉચ્ચતર માધ્યમિક શાળા વેરાબર ખાતે યોજાયેલા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતિ મિતાબેન એસ.ગઢવીએ અધ્યક્ષસ્થાનેથી પ્રવચન કરતા જણાવ્યું હતુ કે વિધ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનની આંખેને ટેકનોલોજીની પાંખે જ્ઞાનના આકાશમાં વિહરતા બાલ વૈજ્ઞાનિકોને અવનવા પ્રયોગો થકી પોતાના વિચારો રજૂ કર્યા છે. તેનો આંનંદ છે. વિધ્યાર્થીઓનું આંતરીક જ્ઞાન બહાર લાવવા અને સર્વાંગી વિકાસ કરવાના પાયામાં આવા પ્રદર્શન મેળા મહત્વના ભાગ ભજવે છે.
ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઇડર તાલુકાની ૭૦ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં ૧૪૦ વિધ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન ટેક્નોલોજી પર આધારિત ૭૦ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જેને આસપાસની શાળાના ૨૦૦૦ જેટલા વિધ્યાર્થીઓ, ગણિત-વિજ્ઞાનના શિક્ષકો તેમજ તજજ્ઞોએ ઉત્સાહભેર કૃતિઓ નિહાળી હતી.
સાબરકાંઠા જિલ્લામાં આ સપ્તાહમાં જિલ્લાની છ શાળા વિકાસ સંકુલ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતિ મિતાબેન એસ.ગઢવી અને શિક્ષણ નિરીક્ષક શ્રીમતિ તરુણાબેન દેસાઇના માર્ગદર્શન હેઠળ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
આ કાર્યક્રમમાં જિલ્લા સદસ્ય શ્રીમતિ મધુબેન આર. ડાભી, તાલુકા સદસ્ય શ્રીમતિ અમીબેન પી. રાઠોડ, સરપંચશ્રી પ્રકાશભાઇ પટેલ, શ્રી વેરાબર કેળવણી મંડળ વેરાબરના પ્રમુખશ્ર, નીજ બીલ્ડકોન ગાંધીનગરના શ્રી હર્ષદભાઇ એસ.પટેલ, નોડેલ અધિકારીશ્રી જંયતિભાઇ એસ. ચૌધરી, લાયઝન ઓફિસરશ્રી કે.પી ટીંટીસરા તેમજ શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફમિત્રો તેમજ મહાનુભાવો હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.