પડધરી બાર એસોસિએશનમાં પ્રમુખપદે શ્રી વસંતભાઇ ટી. કણઝારીયા ની વરણી - At This Time

પડધરી બાર એસોસિએશનમાં પ્રમુખપદે શ્રી વસંતભાઇ ટી. કણઝારીયા ની વરણી


પડધરી બાર એસોસિએશનની ચૂંટણી તાજેતરમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. જેમાં પ્રમુખ શ્રી વસંતભાઇ ટી. કણઝારીયા, ઉપપ્રમુખ-જયાદિત્યસિંહ વી. ઝાલા, સેક્રેટરી-બીપીનભાઇ કે. ત્રિવેદી, ટ્રેઝરર-અનિલભાઇ આર. બાંભવા, કારોબારી સભ્ય- દિનેશભાઇ એલ. કોટડીયા, કારોબારી સભ્ય-હરદેવસિંહ ડી. જાડેજા, કારોબારી સભ્ય-વિપુલભાઇ પી. કોટકની સર્વાનુમતે વરણી થયેલ. પડધરી બાર એસોસિએશન ચુંટણી અધિકારી રવિન્દ્રસિંહ એસ. જાડેજા રહેલ હતા.

નવનિયુકત પ્રમુખ વસંતભાઇ ટી. કણઝારીયા એ પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ પડધરી કરી ગ્રેજયુએશન પી. ડી. માલવીયા કોલેજ રાજકોટ ખાતે કરેલ એલ.એલ.બી. (એમ.એમ.પી.લો કોલેજ રાજકોટ) ખાતે કરેલ. ૧૯૯૫ થી ૧૯૯૯ દરમ્યાન રેવન્યુ, સિવીલ, ક્રીમીનલ પ્રેકટીસ માટે એમ.એ.સી.પી. ના કુશળ વકીલો સાથે અભ્યાસકાળ દરમ્યાન સંકળાયેલા રહે. ૧૯૯૯ માં વકીલાતની સનદ મળતા ર૦૦૦ની સાલમાં પડધરી માટે રેવન્યુ, સીવીલ અને ક્રીમીનલ વકીલાત શરૂ કરેલ.

ર૦૦૯ થી ગુજરાત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુક આપેલ, ર૦૧૭ થી પડધરી બાર એસો. માં અલગ અલગ હોદાઓ પર રહી કાર્યકુશળતાના શ્રેષ્ઠ ગુણો થી મહત્વની ફરજ અદા કરેલ, અને ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ હોય અતિ પ્રશંસનીય છે. સામાજીક અને રાજકીય ક્ષેત્રે પણ પોતાના કાર્યથી સિધ્ધ અને પ્રસિધ્ધ થયેલા નામાંકિત એડવોકેટ-નોટરી ખુબ જ લોકચાહના ધરાવે છે. મિલનસાર, સરળ, પ્રમાણિક સ્વભાવથી આગવી ઓળખ ધરાવે છે, બહોળા મિત્ર વર્તુળ અને શુભેચ્છકો દ્વારા તેઓને મો. ૯૪ર૭ર પર૫૭૮ ઉપર શુભેચ્છા પાઠવી લાગણી વ્યકિત કરી રહેલ છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.