બગદાણા ગામમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી હર્ષોલ્લાસપૂર્વક ઉજવાઈ - At This Time

બગદાણા ગામમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી હર્ષોલ્લાસપૂર્વક ઉજવાઈ


(રીપોર્ટ અબ્બાસ રવજાણી
તારીખ 14/04/2025ના રોજ ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી નિમિત્તે બગદાણા ગામમાં દલિત સમાજ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને દીપ પ્રાગટ્ય અને ફુલહાર અર્પણ કરીને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ગામના સરપંચ હીરાભાઈ બાલદિયા, ઉપસરપંચ દિપકભાઈ બારૈયા, ભાવનગર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન જાગાભાઈ બારૈયા, મહુવા તાલુકાની સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન રાજુભાઇ રાઠોડ, બગદાણા પી.એસ.આઈ. મકવાણા સાહેબ તથા ગામના ધ્રુવભાઈ પંડ્યા અને રોહિતભાઈ પંડ્યાએ હાજરી આપી કાર્યક્રમમાં ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે હર્ષ અને ઊલ્લાસના વાતાવરણમાં આંબેડકરજીના વિચારોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image