સામખિયાળી ટોલ પ્લાઝા પર આઈજી ચિરાગ કોરડીયા દ્વારા અચાનક વાહન ચેકિંગ હાથ ધર્યું
ગઈ કાલે સાંજે સામખિયાળી ટોલ પ્લાઝા પર આઈજી ચિરાગ કોરડીયા દ્વારા અચાનક વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન આશરે 30 થી વધુ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા.
વાહનચાલકોના નિયમભંગ સામે કડક કાર્યવાહી કરતા, અનેક વાહનોને એનસીઆર અને આરટીઓના નિયમો ઉલ્લંઘન બદલ દંડની કાર્યવાહી કરવામાં આવી. આ અચાનક ચેકિંગથી વાહનચાલકોમાં હડકંપ મચી ગયો હતો.
આઈજી ચિરાગ કોરડીયાએ જણાવ્યું હતું કે સફર દરમિયાન સલામતી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે, અને નિયમભંગ કરનાર સામે આ રીતે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે
