ઉપલેટા બાર એસોસિયેશનના વર્ષ ૨૦૨૩-૨૪ ના નવા પ્રમુખ તરીકે યુવા એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયા ચૂંટાયા: શુભકામનાઓની વર્ષ થઈ
મતદાન પહેલા જ ઉપલેટા બારના ઉપપ્રમુખ, ખજાનચી અને સેક્રેટરી બિનહરીફ જાહેર થયા હતા
ઉપલેટા બાર એસોસિએશનના કુલ ૧૧૦ જેટલા એડવોકેટ પૈકીના ૯૭ એડવોકેટ દ્વારા કરાયું મતદાન
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૨૩ ડિસેમ્બર, ૨૦૨૩ શનિવાર, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી મળેલી સૂચના અનુસાર ઉપલેટા બાર એસોસિયેશનના ૨૦૨૩-૨૪ પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી અને સેક્રેટરીની ચૂંટણી માટેની સૂચના અનુસાર ઉપલેટામાં પણ ચૂંટણીનું વિધિવત રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટણી માટેની ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી ત્યારે ઉમેદવારી નોંધાયા બાદ ઉપપ્રમુખ, ખજાનચી અને સેક્રેટરી બિનહરીફ જાહેર થયા હતા ત્યારે પ્રમુખ પદ માટે બે ઉમેદવારો મેદાને હતા જેમાં યુવા એડવોકેટ પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા છે.
આ અંગે ઉપલેટા બાર એસોસિયેશનના ચુંટણી કમિશનર એડવોકેટ પરાગ બોઘાણીએ જણાવ્યું છે કે, ઉપલેટા બાર એસોસિયેશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીના પદ માટેની ચૂંટણી માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં ઉપપ્રમુખ તરીકે એડવોકેટ નિશિત કાલાવડીયા, સેક્રેટરી તરીકે એડવોકેટ નિમિત પાનસરા, અને ખજાનચી તરીકે એડવોકેટ ભાલચંદ્રરાવ મેકમહુ બિનહરીફ જાહેર થયા હતા જ્યારે પ્રમુખ પદ માટે ત્રણ જેટલા એડવોકેટ દ્વારા ઉમેદવારી ફોર્મ નોંધાવ્યા હતા જેમાંથી એડવોકેટ રમેશ મહેતાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયા અને એડવોકેટ કિશોર રાણીંગા એમ બે ઉમેદવારો વચ્ચે પ્રમુખ પદ માટેની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું ત્યારે આ મતદાનની અંદર ઉપલેટા બાર એસોસિએશનના ૧૧૦ જેટલા એડવોકેટ પૈકીના ૯૭ જેટલા વકીલોએ મતદાન કરી પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો હતો.
આ અંગે ઉપલેટાના સિનિયર એડવોકેટ દિલીપ જોશીએ જણાવ્યું છે કે, ઉપલેટા બાર એસોસિએશનના ૨૦૨૩-૨૪ ના પ્રમુખ માટેની ચૂંટણીનું મતદાન યોજાયું હતું જેમાં ઉપલેટા બાર એસોસિએશનના એડવોકેટ દ્વારા મતદાન કરી પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ચૂંટણી કમિશનર દ્વારા મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી કરતા પ્રમુખ પદની વરણી કરવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયા તેમજ મતદાન અને પરિણામની સમગ્ર પ્રક્રિયાની અંદર ખૂબ શાંતિપૂર્ણ રીતે અને સારી રીતે ચૂંટણીનું આયોજન તેમજ મતદાન પૂર્ણ થયું છે અને મતદાન અંગે ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળેલ હતો.
સવારથી શરૂ થયેલ મતદાનમાં બપોર સુધીમાં ૫૦% જેટલું મતદાન થઈ ચૂક્યું હતું જ્યારે બપોર બાદ બાકીના એડવોકેટ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. આ મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી કમિશનર એડવોકેટ પરાગ બોઘાણીએ મતગણતરી હાથ ધરી હતી અને મતગણતરી પૂર્ણ થયા બાદ ઉપલેટા બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયાની પસંદગી થઈ છે.
ઉપલેટા બાર એસોસિએશનના પ્રમુખ માટે ઊભેલા બંને ઉમેદવારોમાં ઉમેદવાર એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયાને ૫૮ જેટલા મત મળ્યા છે જ્યારે ઉમેદવાર સિનિયર એડવોકેટ કિશોર રાણીંગાને ૩૮ મત મળ્યા છે જ્યારે એક મત ફેલ જાહેર કરવામાં આવેલ છે. આ મત ગણતરી બાદ એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયા ૨૦ મતથી ૨૦૨૩-૨૪ ના ઉપલેટા બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે પસંદગી પામતા સૌ કોઈએ તેમને શુભેચ્છાઓ તેમજ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ત્યારે આ ચુંટણી પૂર્ણ થતાં ઉપલેટા બાર એસોસિએશનું સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
તસ્વિર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.