જાદર પો.સ્ટે . વિસ્તારના પોશીના ગામેથી વેગેનાર ગાડીનો પીછો કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર મળી કુલ નંગ- ૩૪૭ કિ.રૂ .૯૭,૩૧૨ / – નો મુદ્દામાલ તથા વેગેનારની કિ.રૂ .૬,૦૦,૦૦૦ / -ની મળી કુલ્લે કિ.રૂ. ૬,૯૭,૩૧૨ / – નો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા .
જાદર પો.સ્ટે . વિસ્તારના પોશીના ગામેથી વેગેનાર ગાડીનો પીછો કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર મળી કુલ નંગ- ૩૪૭ કિ.રૂ .૯૭,૩૧૨ / - નો મુદ્દામાલ તથા વેગેનારની કિ.રૂ .૬,૦૦,૦૦૦ / -ની મળી કુલ્લે કિ.રૂ. ૬,૯૭,૩૧૨ / - નો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા . મહેરબાન રેન્જ આઇ.જી.પી. ગાંધીનગર શ્રી અભય ચુડાસમા સાશ્રી નાઓએ સાબરકાંઠા જીલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવ્રુત્તિ કરતા ઇસમો ઉપર રેડ કરી સફળ પ્રોહી ગુના દાખલ કરવા આપેલ સુચના અન્વયે પોલીસ અધિક્ષક શ્રી વિશાલકુમાર વાઘેલા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા શ્રી ડી.એમ.ચૌહાણ , સાહેબ નાઓએ પ્રોહિબીશનની બદી નાબુદ કરી નાંખવા આપેલ સુચના આધારે પો.ઇન્સ એલ.સી.બી. શ્રી.એમ.ડી.ચંપાવત નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ.શ્રી એસ.જે.ચાવડા તથા એ.એસ.આઇ.વિક્રમસિંહ તથા આ.હે.કો.સનતકુમાર તથા પો.કો વિજયભાઈ , અનિરૂધ્ધસિંહ , ગોપાલભાઇ , અમરતભાઇ , પ્રહર્ષકુમાર તથા ડ્રા.પો.કો. રમતુજી વિગેરે એલ.સી.બી. , સાબરકાંઠા- હિંમતનગરની ટીમ બનાવેલ ઉપરોક્ત ટીમના માણસો જાદર પો.સ્ટે . વિસ્તારના પોશીના ગામે પ્રોહી વોચમાં હતા તે દરમ્યાન ભીલોડા તરફથી એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની ગાડી આવતાં તેને નાકાબંધી કરી રોકવા જતાં ગાડીનો ચાલક ગાડી પાછી વળાવી ભગાવતાં ગાડીનો પીછો કરતાં ગાડીનો ચાલક ગાડી મુકી નાસી ગયેલ હોય.સદર પકડાયેલ ગાડીમાં જોતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ ભરેલ હોય સદર પકડાયેલ ગાડીમાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર મળી કુલ નંગ- ૩૪૭ કિ.રૂ .૯૭,૩૧૨ / - નો મુદ્દામાલ તથા વેગેનારની કિ.રૂ .૬,૦૦,૦૦૦ / -ની મળી કુલ્લે કિ.રૂ . ૬,૯૭,૩૧૨ / - નો મુદ્દામાલ મળી આવેલ હોય સફેદ કલરની નંબર પ્લેટ વગર વેગેનાર ગાડીના ચાલક વિરૂધ્ધ જાદર પો.સ્ટે . સી . ગુ.ર.નં..૧૧૨૦૯૦૨૪૨૨૦૭૧૩ / ૨૦૨૨ ધી ગુજરાત પ્રોહિ એકટ ક .૬૫ એઇ , મુજબનો ગુન્હો નોંધી પ્રોહીગણના પાત્ર કેસ કરી આગળની વધુ તપાસ અર્થે જાદર પો.સ્ટે સોંપેલ છે .
આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.