સુઈગામ તાલુકા વિકાસ અધિકારી અને ટેક્નિકલ એન્જિનિયર ની સાંઠ-ગાંઠ - At This Time

સુઈગામ તાલુકા વિકાસ અધિકારી અને ટેક્નિકલ એન્જિનિયર ની સાંઠ-ગાંઠ


*તાલુકામાં કોઈ પણ ખરાબ કામનું બિલ પાસ કરી દેવાના આક્ષેપો.*

TDO કલ્પેશ ભાટીયા અને ટેક્નિકલ મહેશ ભાટીયા બંને ભાટીયા-ભાટીયા ભાઈ-ભાઈ ની નીતિ અપનાવી તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી કું. કાજલબેન આંબલીયા એ અટકાવેલ તેમજ ખરાબ કામોના બિલો પાસ કરી રહ્યા છે જો વિજિલન્સ તપાસ થાય તો સુઈગામ તાલુકામાં TDO અને ટેક્નિકલ દ્વારા કરાયેલ મસમોટા ભ્રષ્ટાચારો નું કૌભાંડ બહાર આવે તેમ છે.- *યુવા એડવોકેટ રાજુજી ઠાકોર.*
----------------

તત્કાલીન TDO કુ.કાજલબેન આંબલિયાએ અટકાવેલા બિલો વર્તમાન TDO ભાટિયાએ આંખો મીંચી પાસ કરી દીધા.

સુથારનેસડીમાં મોટો ભ્રષ્ટાચાર કરી ભાભરથી બદલી પામી આવેલા ભ્રષ્ટાચારી ટેક્નિકલ એન્જીનીયર મહેશ ભાટિયાના ઈશારે સુઇગામ TDO સ્થળ પર ગયા સિવાય બિલો પાસ કરી દે છે,

તાલુકામાં છેલ્લા 2 વર્ષમાં થયેલ કામોની વિજિલન્સ તપાસ થાય તો મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવશે..ઉચ્ચસ્તરેથી તપાસ થશે??

વાવ થી વિભાજીત થઈ અલગ અસ્તિત્વમાં આવેલો સરહદી સુઇગામ તાલુકો 2015 ના પુરથી સતત વિવાદોમાં અને ચર્ચામાં રહ્યો છે, એમાં કોરોના સમય દરમ્યાન આવેલા તત્કાલીન દબંગ મહિલા TDO કુ.કાજલબેન આંબલિયા ના કાર્યકાળ માં ભ્રષ્ટાચાર 0 થઈ ગયો હતો,તાલુકાના કર્મચારીઓ,સરપંચો, તલાટી ઓ શિક્ષકો બધાને ફરજનું ભાન કરાવી દીધું હતું,પરંતુ રાજકીય ઈશારે એક ઈમાનદાર TDOની અહીંથી બદલી કરાવવામાં સફળ રહ્યા બાદ આવેલા નવા TDO ભાટિયાએ મહિલા TDO કાજલબેને અટકાવેલા લાખો રૂપિયાના તમામ બિલો આંખો મીંચીને પાસ કરી દીધા છે,સ્થાનિક રાજકીય આગેવાનોના કહ્યાગરા અને સરપંચો તેમજ કોન્ટ્રાક્ટરો સાથે સારો ઘરોબો રાખતા TDO ભાટિયાએ તાલુકાના તમામ ગામોમાં વિકાસના જે કાર્યો થયાં છે,ત્યાં તપાસ કર્યા સિવાય ટેક્નિકલ એન્જીનિયરના ભરોસે બિલો પાસ કરે છે,વર્તમાન ટેક્નિકલ એન્જીનીયર મહેશ ભાટિયા અગાઉ ભાભર ખાતે હતો,જ્યાં ભાભર તાલુકાના સુથારનેસડી ગામમાં લાખોનો ભ્રષ્ટાચાર થયાનું બહાર આવતાં તેની સુઇગામ ખાતે બદલી કરાઈ હતી,અને સુઇગામ આવ્યા બાદ જાણે ભ્રષ્ટાચાર તેને કોઠે પડી ગયો હોય તેમ TDO સાથે મળી આડેધડ વિકાસ કામોના બિલો કાઢી રહ્યા છે, મોરવાડા ગામના યુવા એડવોકેટ રાજુજી ઠાકોરે 4 માસ અગાઉ મોરવાડા ગામના રોહિત સમાજ સ્મશાન ખાતે બનેલ પ્રોટેક્શન વોલની તપાસ કરવા લેખિત રજુઆત કરી હતી,તેમ છતાં TDOએ એ અરજીને કોરાણે મૂકી કોઈ તપાસ કરી ન હતી,અને તે કામનું પેમેન્ટ કરી દીધું હોવાનું જાણવા મળ્યું હતું,જેને લઈ સુઇગામ TDO ભાટિયાને રૂબરૂ મળી આ અંગે રજુઆત કરતા ટેક્નિકલ એન્જીનીયર મહેશ ભાટિયાએ અરજદાર સાથે ઊદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું,છતાં TDO ભાટિયાએ ટેક્નિકલ એન્જીયરને કાઈ કીધું ન હતુ. તાલુકામાં આવતી વિકાસ લક્ષી કરોડોની ગ્રાન્ટો થકી સુચારુ કામ થાય તે માટે સરકાર કાર્યબદ્ધ છે, ત્યાં સુઇગામ તાલુકામાં જ્યારથી TDO ભાટિયા આવ્યા ત્યારથી કોઇપણ કામનું કોઈપણ જાતની તપાસ કર્યા સિવાય ફટાફટ બિલ નીકળી જાય છે,એમાં ભ્રષ્ટાચારી ટેક્નિકલ એન્જીનીયર મહેશ ભાટિયા આવ્યા બાદ TDO સાથેની ભાગબટાઈમાં તાલુકામાં તમામ કામોના બિલો ફટાફટ પાસ થઈ રહ્યા છે,કોઈ સરપંચ રાડ ફરિયાદ કરતો નથી,તો કોઈ કોન્ટ્રાકટર બળાપો પણ કાઢતો નથી,જેને લઈ તાલુકામાં થયેલ કામોમાં ભ્રષ્ટાચારની બુ આવી રહી છે,ત્યારે છેલ્લા એક વર્ષમાં થયેલ તમામ કામો અને TDO ભાટિયાએ કાઢેલા બિલો ની વિજિલન્સ તપાસ થાય તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે,.ત્યારે આ અંગે ઉચ્ચસ્તરીય તપાસ થશે????

*જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ*૯૯૨૫૯૨૩૮૬૨


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon