ચાર મહિના બાદ આરોપીનો વરઘોડો!.
પોલીસને હથિયાર બતાવી ગાડીમાં બેસાડનાર આરોપીને તે જગ્યાએ લઈ જઈ પોલીસે ઉઠક બેઠક કરાવી હાથ જોડી માફી મંગાવી
અમદાવાદ
શહેરના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં ચાર મહિના અગાઉ અસામાજિક તત્વોએ જાહેરમાં હથિયાર લઈને આતંક મચાવ્યો હતો એટલું જ નહીં પોલીસને પણ હથિયાર બતાવી ડરાવી ગાડીમાં બેસાડી દીધા હતા.આ ગુનામાં આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી ત્યારે મુખ્ય આરોપી મોહમદ સરવર ઉર્ફે કડવાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરતા બનાવની જગ્યાએ લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
શહેરના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં રાતે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો.પોલીસની હાજરી હોવા છતાં અસામાજિક તત્વોએ જાહેરમાં હથિયાર સાથે તોફાન કર્યું હતું એટલું જ નહિ પોલીસની ગાડી પાસે ઉભેલા પોલીસકર્મીને હથિયાર બતાવી જબરજસ્તી પોલીસને ગાડીમાં બેસાડી રવાના થઈ જવા કહ્યું હતું.આ અંગેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આરોપીનો રખિયાલ વિસ્તારથી લઇ બાપુનગર સુધી આતંક ચાલ્યો હતો.
રખિયાલ અને બાપુનગર પોલીસે અલગ અલગ ગુનો નોધી તપાસ શરૂ કરી હતી.પોલીસે આ ગુનામાં સમીર ઉર્ફે ચિકના અને મહેબૂબ મિયા શેખની ધરપકડ કરી હતી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે અલ્તાફ શેખ અને ફૈઝલ શેખની ધરપકડ કરી હતી. જે તે સમયે આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.
આ ગુનામાં મુખ્ય આરોપી મોહમદ સરવર ઉર્ફે કડવો બનાવ બાદ ફરાર થઈ ગયો હતો જેની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કલોલથી ધરપકડ કરી હતી.આરોપી વિરુદ્ધ અલગ અલગ 20 થી વધુ ગુના નોંધાયેલા છે.આરોપી રાયોટિંગ,ગુજસીટોક સહીતના ગુનામાં ફરાર હતો.આરોપીની ધરપકડ કરીને બાપુનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો.આરોપીએ જે જગ્યાએ પોલીસે સાથે તકરાર કરી હથિયાર બતાવ્યા હતા તે જ જગ્યાએ પોલીસે આરોપીને હાથમાં હાથકડી પહેરાવી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.આરોપીને પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખીને રિ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.આરોપીને સ્થળ પર પોલીસે ઉઠક બેઠક કરાવી બે હાથ જોડી માફી પણ મંગાવી હતી.
રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
