સામખિયાળી પી.એચ.સી મા પિયર એજ્યુકેટરની રીફ્રેશ તાલીમ આપવામાં આવી - At This Time

સામખિયાળી પી.એચ.સી મા પિયર એજ્યુકેટરની રીફ્રેશ તાલીમ આપવામાં આવી


ભચાઉ તાલુકાના સામખિયાળી પી.એચ.સી માં તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો. નારાયણ સિંહ સાહેબ તેમજ સામખયારીના મેડીકલ ઓફીસર ડો. હિરેન સાહેબ ના માર્ગદર્શન હેઠળ પિયર એજ્યુકેટર તાલીમ આપવાનુ આયોજન કરવામાં આવ્યુ જેમા મેડિકલ ઓફિસર ડો હિરેન સાહેબ, આર.બી.એસ.કે. ડૉ . મીનાબેન સોલંકી, ડૉ. આકાશ સાહેબ, મેલેરિયા ટેકનીકલ સુપરવાઇઝર કૌશિકભાઇ સુતરીયા,પી.એચ.સી ના ઇન્ચાર્જ સુપરવાઇઝર કંચનબેન તેમજ એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર પાતર કિરેન દ્વારા પિયર એજ્યુકેટર ને સમતોલ આહાર વિષે તેમજ પિયર એજ્યુકેટર ની ભુમિકા પિયર એજ્યુકેટરના કૌશલ્ય તેમજ પર્સનલકેર અને ૧૦ થી ૧૯ વર્ષની અવસ્થા દરમિયાન શારિરીક, માનસિક, ભાવાત્મક અને સામાજીક ફેરફારો વિષે વિસ્તૃત માહિતી આપી તેમજ IFA ગોળી,રસીકરણ ટી.ડી ની રસી ૧૦ થી ૧૬ વર્ષે મુકાવવા માટે કિશોર-કિશોરીઓને જાગૃત કરવા માટે સમજણ આપી તેમજ કિશોર-કિશોરીઓને બી.એમ.આઇ વિષે તેમજ દર મહિને યોજાતા મમતા તરૂણી સેશનમાં H.B ની તપાસ વિષે આલબેન્ડાઝોલનુ મહત્વ,લીલાપાંદળા વાળા શાકભાજી, તેમજ શારીરિક કશરત યોગ ધ્યાન, પ્રાણાયામ ના મહત્વ વિષે વિસ્તૃત માહિતી આપી તેમજ વાહક જન્ય રોગો વિશે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પી એચ સી ના એફ એ સરોજબેન તેમજ સ્ટાફગણ અને આશા કાર્યકર બહેનો હાજર રહ્યા હતા . આ કાર્યક્રમમાં એજ્યુકેટરને પિયર ને બેગ, મગ કપ, દિવાલ ઘડિયાળ અને ટિફિન બોક્સ નુંવિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે તમામ ને બપોર નું ભોજન પણ આપવામાં આવ્યુ હતુ


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.