સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ
૭૫માં પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરીની ઉજવણી "*દીકરીની સલામ દેશને નામ*" કાર્યક્રમ શ્રી એસ.એચ.ત્રિવેદી શાળા નંબર-૭ થાનગઢમાં યોજાયો સૌથી વધુ શિક્ષિત દીકરી તરીકે થાનગઢ સતવારા સમાજની દીકરી અંજલી અમૃતભાઈ હડિયલ ના વરદ હસ્તે ધ્વજવંદન શાળા નંબર -૭ ના પટાંગણમાં યોજવામાં આવ્યો સાથો સાથ અંજલી હડિયલને શાળા નંબર-૭ ના આચાર્ય શ્રી ભરતભાઈ સથવારા સાહેબના હસ્તે સન્માનપત્ર, શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવી શાળા નંબર-૭ ના આચાર્યશ્રી તેમજ સ્ટાફગણ દ્વારા અંજલી હડિયલ ને ધ્વજ વંદન નિમિત્તે સન્માન સન્માનતા સર્વે હર્ષ અને ગૌરવ સહ હાર્દિક અભિનંદન પાઠવ્યા અંજલી હડિયલ હાલમાં રાજકોટમાં એચ.એન. શુક્લા માં બી.એસ.સી નર્સિંગ નો અભ્યાસ કરી રહી છે અંજલી હડિયલ દ્વારા શાળા નંબર-૭માં અભ્યાસ કર્યો હતો તેના શાળાના શિક્ષણ, તેમજ શાળા સ્ટાફગણ નો ખૂબ જ સુંદર અનુભવ સાથે અભિપ્રાય આપ્યો હતો કાર્યક્રમમાં શાળા નંબર-૭ ના બાળકો દ્વારા દેશભક્તિગીત અભિનય સાથે ગીત રજૂ કરીને ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારને ધૂમધામથી ઉજવણી કરી હતી ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી તેમજ કાર્યક્રમને સન્માનિત થાનગઢ સતવારા સમાજનું ગૌરવ અંજલી હડિયલ તેમજ આચાર્ય શ્રી ભરતભાઈ સથવારા સાથે સ્ટાફગણ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો.
રિપોર્ટ જયેશભાઇ મોરી થાનગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.