હાલોલના કથોલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ, ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કર્યું
ગુજરાતના મુખ્ય સચિવશ્રી પંકજ જોશીએ પંચમહાલના હાલોલ તાલુકામાં આવેલ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર, વન કવચ અને પાવાગઢ મંદિરની મુલાકાત લીધી
પંચમહાલ,
રવિવાર:- ગુજરાત સરકારમાં મુખ્ય સચિવશ્રી પંકજ જોશીએ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની એક દિવસીય મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમણે પાવાગઢ મંદીર, વન કવચ અને પ્રકૃતિ શિક્ષણ કેંદ્રની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે પાવાગઢ નજીક આવેલ કથોલા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્યલક્ષી રિપ્રોડક્ટીવ ચાઇલ્ડ હેલ્થ કાર્યક્રમનું નિરીક્ષણ કરી તે અંગેની માહિતીનો તાગ મેળવ્યો હતો. તેમજ આ વેળાએ મુખ્ય સચિવશ્રીના હસ્તે ટીબીના દર્દીઓને નિ:ક્ષય પોષણ કીટનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી આશિષકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, જિલ્લા વન સંરક્ષણ અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે
