અમરેલી જિલ્લા નું રાજકારણ આવ ભાઈ હરખા આપણે બેવું ભાઈ સરખા અમરેલી જિલ્લા ના નેતા ઓની જમીન થી આસમાન સુધી શાન વધારી પોતા ની વાહવાહી અને આર્થિક ઉન્નતિ સિવાય શુ ? - At This Time

અમરેલી જિલ્લા નું રાજકારણ આવ ભાઈ હરખા આપણે બેવું ભાઈ સરખા અમરેલી જિલ્લા ના નેતા ઓની જમીન થી આસમાન સુધી શાન વધારી પોતા ની વાહવાહી અને આર્થિક ઉન્નતિ સિવાય શુ ?


અમરેલી જિલ્લા નું રાજકારણ આવ ભાઈ હરખા આપણે બેવું ભાઈ સરખા અમરેલી જિલ્લા ના નેતા ઓની જમીન થી આસમાન સુધી શાન વધારી પોતા ની વાહવાહી અને આર્થિક ઉન્નતિ સિવાય શુ ?

અમરેલી જીલ્લાના લાઠી-સુરતના વતની પૂર્વે પ્રમુખ-અમરેલી જીલ્લા ગાયત્રી પરિવાર, લાઠી તાલુકા પ્રમુખ- ભારતીય કિસાન સંઘ, ચેરમેન-કારોબારી અને આરોગ્ય સમિતી નગર પાલિકા લાઠી, પ્રમુખ-ચેમ્બર ઓફ કોમર્સ લાઠી, એકટીવિટર-સદ્ સેવા સમાજ લાઠી, પ્રમુખ શ્રી લેઉવા પટેલ સમાજ લાઠી અને હાલના મહામંત્રી શ્રી કવિ કલાપિ તીર્થ ટ્રસ્ટ લાઠી, હાલ સુરત સ્થાયી થયેલા સિનીયર સીટીઝન શ્રી ધીરૂભાઈ રીઝિયા એ અમરેલી જીલ્લાના પૂર્વ રાજકિય અગ્રણીઓની ઉદાસીન-નિષ્ઠા પર ઉઠાવેલ સવાલો સાથે અનેક પર્દાફાશ કરતો પત્ર

અમરેલી જીલ્લાની પ્રજાજોગ સંદેશ આભને ટેકો અને ભારતના પાટનગર દિલ્હીને ધ્રુજાવનારા એવા અમરેલીના ધારા સભ્યો, સંસદ સભ્યો, મંત્રી અને કેબીનેટ મીનીસ્ટરો, સહકારી અગ્રણીઓ અને એક વખતના મુખ્યમંત્રીથી લઈને ગુજરાત અને કેન્દ્રમાં પાણી પૂરવઠાના સ્વતંત્ર હવાલો ભોગનાર નેતાઓ....તમે અમરેલી અને જીલ્લાના તાલુકાઓ માટે શુ કર્યુ ? આમ જોઈએ તો ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી શ્રી જીવરાજભાઈ મહેતાથી લઈને શ્રી દ્વારકાદાસ પટેલ, શ્રી જીવરાજભાઈ વાગડિયા, શ્રી મનુભાઈ કોટડિયા, શ્રી દિલીપભાઈ સંઘાણી, શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, શ્રી નારણભાઈ કાછડિયા, શ્રી વિરજીભાઈ ઠુમ્મર, શ્રી ઠાકરશીભાઈ મેતલિયા, શ્રી બાલકુભાઈ ઉંઘાડ, શ્રી બેચરભાઈ ભાદાણી, શ્રી કાળુભાઈ વિરાણી, શ્રી બાલુભાઈ, તંતી, શ્રી પરેશભાઈ ઘાનાણી, શ્રી નવિનચંદ્ર રવાણી, જેવા ધુરંઘરોના નિવાસ સ્થાન અમરેલીમાં રહીને રાજકારણના સર્વોચ્ચ હોદ્દાઓ ભોગવનારાઓ.એલા તમે આવી આવી તકો ભોગવી જનારાના મનમાં એક દિવસ પણ પથારીમાંથી જાગ્યા પછી અમરેલી યાદ ના આવ્યું ? કે આપણે અમરેલી જીલ્લાનુ કાંઈક કરવું જોઈએ ???આજે ગુજરાતનુ એક ગામડું એવુ નથી કે જયાં શેરીમાં ઉકરડા થતાં હોય, ત્યાં આજે તમે ગુજરાતનો એક અમરેલી જુઓ ? ગંદકીથી ખદખદતો દેખાય છે ! શરમ કરો શરમ કરો ! ૫૦ વર્ષ પહેલા જે અમરેલી આવ્યા હશે અને જોયુ હશે એજ ધુળની ડમરીઓ ઉડાડતુ અમરેલી આજે દેખાય છે.જરા યાદ કરો એવા સમયની ઘડીઓ તમારા હાથમાં હતી, તમને આ જીલ્લાની પ્રજાના સોગંદ, તકસાધુઓ તમોને જીલ્લાની પ્રજાએ ખોબલે ખોબલે મતો આપીને ચૂંટી મુકલેલા તમો, તમારી તમામ તક ગુમાવી ગયા છો. આપો જવાબ તમે એજ હતા ને ? ..અને તમે એ સારી રીતે સમજતા જ હશો કે જયારે ગુજરાત અને કેન્દ્રમાં એજ પક્ષની સરકાર હોય અને સક્ષમ નેતૃત્વ હોય, આવો સમય રાજકારણમાં બહુ ઓછો મળતો હોય છે. તો એમાં પણ શ્રી કેશુભાઈ- શ્રી વાજપેયી સાહેબથી લઈને આનંદીબહેન-વિજયભાઈ-ભુપેન્દ્રભાઈ થી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના વખતમાં તમો હોદા ઉપર હતા એ કેટલો સમય તમારા હાથમાં હતો. ત્યારે તમે શુ કર્યું ? એ તકો પણ ગુમાવી દીધી છે એમા એકજ કારણ મારી દ્રષ્ટિએ ઉડીને આંખે ચોટે એવુ છે કે તમારી ઈચ્છા શકિતનો અભાવ. બાકી આવી તક કોઈ ચૂકે જ નહી.૧) એક સમય હતો ભાજપના શ્રી કેશુભાઈ પટેલ-જનતા દળના શ્રી ચિમનભાઈ પટેલની ગઠબંધનની જુગલ-જોડીની ગુજરાત સરકાર હતી. કેન્દ્રમાં કોંગ્રેસના રાજીવ ગાંધી અને જનતા દળના અગ્રણી એવા ચંદ્રશેખરની ગઠબંધન સરકારના પી.એમ. શ્રી ચંદ્રશેખર હતા. ત્યારે અમરેલીના સાંસદ શ્રી મનુભાઈ કોટડિયા પાસે કેન્દ્રિય જળ ખાતાનો સ્વતંત્ર હવાલા સાથેનું પાણી પુરવઠા મંત્રીનો હવાલો હતો.જેની પાસે એક-બીજા દેશની નદીઓના કરાર કરવાની સત્તા હોય ત્યારે રાજીવ ગાંધીનું ધાર્યુ ન થાય તો ગમે ત્યારે એમનો ટેકો પાછો ખેંચીને સરકાર ગબડાવી નાખશે. તેની ઘડીઓ ગણાતી હોય, ત્યારે પડતાં-પડતાં પણ આ મિનીસ્ટરને એટલું પણ યાદ ન આવ્યું ? કે હું અમરેલીથી આવું છું, મારો જીલ્લો કર્મભૂમિ અમરેલી છે. લાવો મારા અમરેલી જીલ્લાની ફાઈલ હું સુકાભઠ અને દેશમાં સૌથી પાછળ રહી ગયેલાં અમરેલી માટે કાંઈક કરતો જાઉં !!!ધીકકાર છે મનુભાઈ કોટડિયા તમને...૨) જેનુ તળપદી ભાષામાં ભાષણ શબ્દ બોલાય ત્યારે પહેલું નામ જીભ પર આવે, આપણા માન, શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, જેનાં ભાષણથી નિર્જીવ યાંભલાઓ પણ ડોલવા લાગે તેમની પાસે કેન્દ્રની સરકારમાં કૃષિ અને મત્સ્યોધોગ સાગર વિભાગનો હવાલો હોય, કેન્દ્રના પી.એમ. શ્રી નરેન્દ્રભાઈ સાથે કલાકો સુધી જેની સલાહ સૂચનોની આપલે થતી હોય, એવા ૬-૬ ફૂટ ઉંચી પ્રતિભા ધરાવતા કેબીનેટ મંત્રી અને મારા ખાસ મિત્ર રૂપાલા સાહેબ. ભલા માણસ તમને પણ અમરેલી જીલ્લા માટે કરી છૂટવાની ભાવના ન જાગી ?૩) જેમને ગુજરાત વિધાન સભામાં એકજ સાથે કાયદો, પશુ પાલન અને મત્સ્યોધોગ જેવા ત્રણથી ચાર ખાતાના મંત્રી બનાવ્યા હોય, જેમને બે થી ત્રણ વખત જીલ્લાની જનતાએ સાંસદ તરીકે ધુરંધરોને હરાવીને કેન્દ્રમાં મોકલ્યા હોય, આપણા જીલ્લાના મનવંતા સહકારી ક્ષેત્રમાં ઈફકોના ચેરમેન સુધીનું પદ મળ્યું હોય, જીલ્લાના બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ તરીકે જે સુવિખ્યાત હોય એવા મારા ખાસ મિત્ર શ્રી દિલીપભાઈ સંઘાણી તમને શુ કહેવું ? જે જયારે સાંસદ હતા ત્યારે આજના પી.એમ. શ્રી મોદી સાહેબ એ વખતે BJP અને RSS ના સંગઠન મંત્રીના ઉતારા તમારા સાંસદ બંગલો, દિલ્હી ખાતે રહેતા હોય ત્યારે તમે પણ અમરેલી જીલ્લા માટે શુ કર્યું ? બતાવવા જેવુ ઉદાહરણ હોય તોકાંઈક તો બતાવો !એની સામે જુઓ રાજકોટ-જામકંડોરણા વિસ્તાર. નાનાથી લઈને સમુધ્ધ કોઈપણ કિસાન ખેડૂતો માટે અડિખમ, વધારેમાં વધારે માત્રામાં પાક વિમા અપાવનાર પોતાની જન્મ કર્મભૂમિને અગ્રેસર રાખીને, રાજકરણને પક્ષા-પક્ષીથી પર છોડીને સૌરાષ્ટ્રનો એક મરદનો દિકરો પોતાના વિસ્તારના કિસાનોના પ્રાણપ્રશ્નો માટે શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા આગળ આવ્યો એમને બે આંખો ખોલીને જુઓ તો ખરા ? એના ફોટા સરદાર પટેલની હરોળમાં લોકો લગાવશે અને એમના પછી પણ આજે એમના જ રસ્તે ચાલીને એમનો દિકરો ચાલી રહ્યો છે ધન્ય છે એ રાદડિયા પરિવારને... શ્રી જયેશભાઈ રાદડિયા. તમે અને રાદડિયા પરિવાર એક જ કેડરના અગ્રણી તમે કયારેક જુઓ તો ખરા આ કરી શકે તો આપણે કેમ નથી કરી શકતાં ? બોલો તમારે શુ ઘટે છે ? કયાં ભૂલ થાય છે ? વિચારો. આ અભણ ખેડુતો કદાચ માફ કરશે પણ ઉપરવાળા બધુ જુએ છે એ માફ નહી કરે ભાઈ !! એટલુ જ નહી તમને બધાને અમરેલી જીલ્લાએ શું નથી આપ્યું ??? એ કહો સાથે તમોએ અમરેલી અને જીલ્લા ને શું આપ્યું ?
ગુજરાત કેન્દ્રમાં સરકાર ગમે તે પક્ષની હોય પણ તમે બધા હતા તો અમરેલી અને જીલ્લાના ને ?? તમે તમારા વતન કે રાજકીય ક્ષેત્ર માટે કાંઈક પણ કરવાની એક પણ તકનો ઉપયોગ ન કર્યો ?
આટલા આટલા પ્રખર નેતાઓ તમે ૨૦૨૪ સુધી અમરેલીને એક રેલ્વે બ્રોર્ડગેજ લાઈન પણ ન આપી શકયા ? અને નહોતું કરવાનુ એ બઘુ કર્યુ.
વડી ઠેળી ખોડિયાર ડેમ કૌભાંડ રાતો-રાત સૂકી જગ્યામાં કેળના રોપડા રોપીને કેળના ખેતરોના રૂપ આપી વડી ઠેબી કૌભાંડ, જે પાપ છાપરે ચડીને પોકાર્યુ અને પ્રજાના ધિકકારનો સામનો કરવો પડેલો.... • ગાવડકા ખાંડ ફેકટરીની અવદશા !! પછી લોકોને રોજી-રોટી મળે એવો કોઈ નવો ઉદ્યોગ અમરેલીમાં ખરો ?
કોઈપણ ગ્રાન્ટ હોય આવે એટલે પહેલું કામ શાસક-વિપક્ષ મળીને ૨૪ કલાકમાં સામ સામે બેસીને ફૂટવટાવ કરવો ભાગવટાઈ કરી રફે દફે કરવી આ હતી મહા પાલિકાના કોર્પોરેટરોની પ્રજાની સેવા ??? • રેશનીંગમાં આવતું ગરીબ પરિવારોના હકનું લાખો ટન અનાજ-કઠોળ વગેરે ખટારા મોઢે રાતો રાત ઠેકાણે સગે વગે
કરવાનું કૌભાંડ અને તેના માટે જીલ્લાના ન્યાયપક્ષી કાર્યકર નાથાલાલ સુખડિયાનું ઉપવાસ કથાનું આયોજન કરવુ પડે. • ગમે એવો દુષ્કાળ પડયો હોય. બતાવો એક પણ દુષ્કાળમાં ખેડૂતોને પાક વિમો મળ્યો હોય ! હા ૧,૨,૩ ટકા એ પણ કઠોર આંદોલનો કર્યા પછી મંજુર થાય વાહ ભાઈ તમારી આગેવાની !! આઝાદી મળ્યાથી આજ સુધીનું અમરેલી આજે એજ ગંદકી અને ખખડઘજ, ખાબડ ખૂબડ રસ્તાઓ અને ઉકરડાનું ઘર એટલે આજનું અમરેલી.કોગ્રેંસ અને ભાજપના મળીને તાલુકા જીલ્લાના ધારા સભ્યોના નિવાસ પણ અમરેલીમા જ હોય. • ભલભલાને પરસેવો છોડાવનારા શ્રી નાથાલાલ સુખડિયા, શ્રી ગોકળદાસ ગાંધી, શ્રી ગોરધનભાઈ સોરઠિયા જેવા કહેવાતા જાગૃત નાગરિકો અમરેલીના હોય...પૂર્વ કેન્દ્રમાં જળખાતાનો હવાલો. જેને એક-બીજા દેશની નદીઓ આમની તેમ કરવાના અધિકારનો સંપૂર્ણ સ્વતંત્ર હવાલો જેના હાથમા હતો. એવા કેબીનેટ મંત્રી શ્રી મનુભાઈ કોટડિયા અમરેલીના હોય...કેન્દ્રમાં લગાતાર ઇલેકટેડ અને સિલેકટેડ લોકસભા અને રાજય સભાના બબ્બે સાંસદ સભ્યો અમરેલીના હોય.. છેલ્લે પણ જેની પાસે રાષ્ટ્રિય કૃષિ અને મત્સ્યોધોગ વિભાગ સહિતના ખાતાઓ સાથે કેબિનેટ મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા જે અડિખમ અગ્રણી પણ અમરેલીના હોય...યાદ કરો આંગળીને વેઢે ગણાતા અમુક કર્મશીલો ડો. શ્રી જીવરાજભાઈ મહેતા, શ્રી નરસીદાસ ગોંધિયા,શ્રી નરભેશંકર પાણેરી, શ્રી રતુભાઈ અદાણી, શ્રી ખોડિદાસ ઠકકર જેવાએ ભલે પાશેરામાં પૂણી જેવું પણ કાંઈક બોલતા એટલું કરતાં પણ ખરા. ત્યારે તમો બધાએ એક મહાત્મા સંતશ્રી મુળદાસજીની તપોભુમિ અમરેલી. માટે માત્રને માત્ર મોટા-મોટા ઈસ્માઈલના ફુલા ફાડી નાખે એવા ભાષણો અને ટાંટિયા ખેચં સિવાય શું કર્યું ? હજુ સમય છે ઘોર નિદ્રામાંથી જાગો... ઉઠો અને આપણા ગુજરાતના સપૂત એવા ઈશ્વરીય કાર્ય માટે ભગવાને
પૃથ્વી પર મોકલેલા અંશાવતાર-વિરભદ્ર અને રાષ્ટ્રપ્રેમી માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન તરીકે બિરાજમાન હોય ત્યારે તેમનાં નેતૃત્વમાં તેમના સહયોગથી જેટલું થઈ શકે તેટલું કરવા દોટ મૂકો અને એવા વિરાટ કાર્યોની એક યાદી બનાવીને સૌ અગ્રણીઓ એક બનીને, નેક બનીને આપણા જીલ્લાનો સર્વાંગી વિકાસ, લીલોતરીથી ભરપૂર અને
ઉધોગોથી ધમધમતો જીલ્લો બનાવવા હરણફાળ ભરો. હું પણ તમારી સાથે જ છું અને તમોને ખાત્રી આપું છું કે અમરેલી જીલ્લાના ધરમૂળથી વિકાસની જો ટહેલ નાખવામાં આવે અને પારદાર્શી વહીવટથી કાર્ય કરવામાં આવે તો આપણા જીલ્લાના ધનકૂબેસ્પતિ ભામાશાઓ જેવાકે આપણા સદભાગ્યે હમણાં જ નવા વરાયેલા રાજયસભા સાંસદ
શ્રી ગોવિંદભાઈ ધોળકિયાથી લઈને શ્રી મનજીભાઈ ધોળકિયા, શ્રી સવજીભાઈ ધોળકિયા, શ્રી ઘનશ્યામભાઈ શંકર અને શ્રી વસંતભાઈ ગજેરા જેવા અનેક આગલી હરોળના આ ધુરંધરો પુરેપૂરી હામી ભરીને કર્મશીલોની સાથે આર્થિક સહયોગ આપવામાં કયાંય પાછી પાની નહી કરે, એમાં કોઈ મીનમેખ નથી.
અંતમાં ખેર જે થયુ તે પણ એટલું જરૂર કહીશ કે આજે નહી તો કયારેય નહીં આવી આવેલી તક અત્યાર જેવી કદાચ પાછી નહી મળે આજે ૭૦ વર્ષની ઉંમરે મારાથી તમારા કાને મારા મનની ની વાત પહોંચાડવામાં કંઈક ભૂલ થઈ હોય તો ક્ષમા
સાથે આપના ગૃહલક્ષી અને અમારા બહેનની એક ભાખરી વધારે ખાઈ મને માફ કરજો આભાર...
પ્રિય વાચકોને પ્રતિભાવ માટે મો. ૯૦૩૩૬ ૮૫૦૦૨

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.