દહેગામ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા શરુ કરેલ નિઃશુલ્ક લાયબ્રેરી દ્વારા હજારો યુવાનો પોતાના સપના પુરા કરી રહ્યા છે
દહેગામ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા સમસ્ત દહેગામ તાલુકાના વિવિધ સમાજના યુવાનો તેમજ દીકરીઓ સરકારી પરીક્ષાઓમાં ઉચ્ચ ગુણ મેળવે તે હેતુથી એક વર્ષ પહેલા દહેગામ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા એક નવતર પ્રયાસ શરુ કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ પરીક્ષાની તૈયારી કરતા યુવાનો તેમજ દીકરીઓ માટે લાઈબ્રેરી શરુ કરવામાં આવેલ હતી જે બાદ આજે આ લાયબ્રેરીનું એક વર્ષ પૂરું થતા આજે દહેગામ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ફરીથી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકારની વિવિધ પરીક્ષાઓમાં તૈયારી કરતા દહેગામ તાલુકાના યુવાનો તેમજ દીકરીઓ માટે ફરીથી એક વર્ષ સુધી લાઈબ્રેરી નિઃશુલ્ક શરુ કરવામાં આવશે તેવુ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું જેમાં દહેગામ યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન અધ્યક્ષ ધનપાલસિંહ ડી.ચૌહાણ(એડવોકેટ એન્ડ નોટરી) ધ્વારા તથા કરણસિંહ કે ચૌહાણ યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન પ્રમૂખ દ્વારા તા.01/03/2025 થી તા.01/03/2026 સુધી દહેગામ તાલુકા ક્ષત્રિય સમાજ લાઇબ્રેરીના ભાડાનું એક વર્ષનુ દાન કરવાનું જણાવતા સમગ્ર દહેગામ તાલુકામાં વિધાર્થીઓ, આગેવાનો દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
